ડીસા પોલીસ હવે રાજ્ય સરકારનું પણ નથી માનતી- CM રુપાણીએ ના પાડી હોવા છતાં દંડ ઉઘરાવવાનું શરુ

ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે રાજ્યની જનતા માટે રાહત મળે તેવો નિર્ણય કરીને RTO દંડ નહિ કરવામ આવે કે મેમો નહી બનાવીને ગાડી જમા નહી લેવાય…

ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે રાજ્યની જનતા માટે રાહત મળે તેવો નિર્ણય કરીને RTO દંડ નહિ કરવામ આવે કે મેમો નહી બનાવીને ગાડી જમા નહી લેવાય તેવો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા જનતાને કોરોના મહામારીમાં આ રાહત આપીને ખુબ મોટો નિર્ણય કર્યો હતો. આ સાથે પરિપત્ર પણ બહાર પડાયો હતો જેમાં કહેવાયું હતું કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુચના આપી દીધી છે અને હાલ પુરતો પોલીસ માત્ર માસ્ક ન પહેરવાનો દંડ લેશે. આ સિવાયની કલમો ન લગાવવી અને દંડ પણ વસૂલવો નહી. નીચે જુઓ વિડીયો:

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ નિર્ણય બાબતે રાજ્યમંત્રી યોગેશ પટેલે એક અખબારી યાદી પણ બહાર પાડી હતી જેને ગુજરાતીઓએ સહર્ષ વધાવી પણ હતી. પરંતુ આ નિર્ણય ડીસા પોલીસને માફક ન આવ્યો હોય તેવું દેખાય રહ્યું છે. હાલ TRISHUL NEWS ના એક વાંચક દ્વારા મોકલાયેલ ખબર અનુસાર ડીસા તાલુકા પોલીસ દ્વારા બેફામ દંડ વસુલવામાં આવી રહ્યો છે. દંડિત થયેલ વ્યક્તિને આપવામાં આવેલ RTO મેમો માં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે વાહન ચલાવનાર પાસે ગાડીના કાગળો નથી. આમ ડીસા પોલીસ હવે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી કે રાજ્યમંત્રીએ કરેલ આદેશનું પણ ઉલ્લંઘન કરી રહી છે.

એક તરફ રાજ્યના લોકો અને રાજ્ય સરકાર કોરોના મહામારી સામે લડી રહી છે, અને લોકોને ઓછી તકલીફ પડે તેવા નિર્ણયો સરકાર કરી રહી છે. ત્યારે ડીસા પોલીસે કરેલી અ નાપાક હરકતને લઈને ડીસા વાસીઓમાં રોષનો માહોલ છે. મેમો મેળવનાર વ્યક્તિએ આરોપ લાગાવ્યો છે કે, પોતે માસ્ક પહેર્યું હોવા છતાં પોતાનો ટાર્ગેટ પૂરો કરવા મારી ગાડી જમા લીધી છે. અને મને કાગળ નથી તેમ કહીને હેરાન કરે છે. રાજ્ય સરકારે દંડ કરવાની કે ગાડી જમા કરવાની ના પાડી છે છતાં આવું કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *