નવસારી ભયંકર અક્સ્માતનો LIVE વિડીયો- અહીં ક્લિક કરી જુઓ કેવીરીતે ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો

અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આવી જ એક ઘટના નવસારીમાં બની હતી. અહીં બે દિવસ પહેલા નેશનલ હાઇવે 48 ઉપર ટેન્કર…

અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આવી જ એક ઘટના નવસારીમાં બની હતી. અહીં બે દિવસ પહેલા નેશનલ હાઇવે 48 ઉપર ટેન્કર સાથે ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો આજે સામે આવ્યો છે. આ ઘટનામાં એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું.

ઉપરાંત અન્ય ચાલકને વધુ ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા નવસારીના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભાવનગરનો મકવાણા પરિવાર ટેમ્પો લઈને ચીખલી તરફ જઈ રહ્યો હતો. કેરીના વ્યવસાય સાથે સંકળાયેલ મકવાણા પરિવાર ટેમ્પો લઈને એંઘલ ગામની સીમ પાસેથી પસાર થઈ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, સામેથી એક બેકાબૂ ટેન્કર આવ્યું હતું અને ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. અને અન્ય ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ટેન્કર અને ટેમ્પો વચ્ચેની જોરદાર ટક્કરની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવીમાં જોવા મળે છે કે, તે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો. ત્યારે એંઘલ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક ટેમ્પો પસાર થઈ રહ્યો છે. અને ટેમ્પો ચાલકે અચાનક કાબુ ગુમાવતા તે સામેથી આવતા ટેન્કર સામે ધડાકાભેર અથડાયો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *