દેશની રાજધાની દિલ્હીમાં શ્રધ્ધા મર્ડર કેસે(Delhi Shraddha Murder Case) ફરી એકવાર દેહરાદૂન(Dehradun)ના પ્રખ્યાત અનુપમા ગુલાટી મર્ડર કેસ(Anupama Gulati Murder Case)ની યાદ તાજી કરાવી દીધી છે. 2010માં દેવભૂમિની શાંત દૂન ખીણમાં આવી ઘટના બની હતી જેણે સમગ્ર દેહરાદૂન જ નહીં પરંતુ દેશને પણ હચમચાવી નાખ્યો હતો. અનુપમાના પતિ રાજેશ ગુલાટીએ 17 ઓક્ટોબર 2010ના રોજ તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.
આટલું જ નહીં રાજેશે ક્રૂરતાની હદ વટાવતા મૃતદેહના 72 ટુકડા કરી ડીપ ફ્રીઝરમાં રાખ્યા હતા. 12 ડિસેમ્બર 2010ના રોજ જ્યારે ભાઈ સૂરજ દિલ્હીથી દેહરાદૂન પહોંચ્યો ત્યારે તેની બહેનની કોઈ અતોપતો ન મળતાં ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો હતો. 2011માં દેહરાદૂન પોલીસે આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
રાજેશ અને અનુપમાએ 1999માં લવ મેરેજ કર્યા હતા:
ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું કે અનુપમા અને રાજેશ ગુલાટી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને હત્યાના દિવસે પણ ઝઘડા બાદ અનુપમાનું માથું પલંગના ખૂણા પર વાગી ગયું હતું. આ પછી રાજેશે અનુપમાના ચહેરા પર ઓશીકું મૂકીને તેની હત્યા કરી હતી. અનુપમા દિલ્હીની રહેવાસી હતી અને તેણે 1999માં રાજેશ સાથે લવ મેરેજ કર્યા હતા.
રાજેશ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો. ગુલાટી દંપતી તેમના બાળકો સાથે દહેરાદૂનના પ્રકાશ નગરમાં રહેતું હતું. બંને વર્ષ 2000માં અમેરિકા પણ ગયા હતા. 6 વર્ષ પછી પાછા આવ્યા બાદ બંને દેહરાદૂનમાં સ્થાયી થયા. હત્યા સમયે ગુલાટી દંપતીના બંને બાળકો માત્ર 4 વર્ષના હતા.
હત્યાનો પ્લાન હોલીવુડની ફિલ્મમાંથી આવ્યો:
એવું પણ કહેવાય છે કે, રાજેશને હોલીવુડ મૂવી જોતી વખતે અનુપમાને મારવાનો વિચાર આવ્યો હતો. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે પ્રેમ લગ્ન આ અંત સુધી પહોંચી શકે છે. ગુનો છુપાવવા માટે રાજેશે ડીપ ફ્રીઝર ખરીદ્યું અને તેમાં અનુપમાની ડેડ બોડી રાખી. જ્યારે મૃતદેહ બરફમાં થીજી ગયો હતો, ત્યારે સ્ટોન કટર મશીને અનુપમાના ટુકડા કરી ધીમે ધીમે મસૂરીના જંગલોમાં ફેંકવાનું શરૂ કર્યું.
2017 માં, દેહરાદૂનની જિલ્લા સત્ર અદાલતે આ ઘટનાને જઘન્ય અપરાધ તરીકે વર્ગીકૃત કરી અને હત્યારા રાજેશને આજીવન કેદની સજા ફટકારી અને 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. બીજી તરફ મામલો નૈનીતાલ હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે પણ રાજેશ ગુલાટીને જામીન મળ્યા ન હતા.
હજુ પણ જેલમાં છે રાજેશ:
25 જુલાઈ 2022ના રોજ રાજેશ ગુલાટીને બગડતી તબિયતના કારણે 45 દિવસના જામીન મળ્યા હતા. આ પછી, રાજેશની વિનંતી પર, તેણે 7 સપ્ટેમ્બરના રોજ ફરીથી 10 દિવસ માટે જામીન મેળવ્યા, જેની મુદત પૂરી થયા પછી, રાજેશ ગુલાટીએ ફરીથી સર્જરીનું કારણ આપીને 21 દિવસ માટે જામીન માંગ્યા, જેને ઉત્તરાખંડ હાઈકોર્ટે સ્વીકારી લીધા. આ પછી જામીનમાં વધારો કરવામાં આવ્યો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.