એઈમ્સને કોઈ અજાણ્યો વય્ક્તિ 2 વખત નકલી ચેક વટાવીને 12 કરોડ રૂપિયાનો ચુનો લગાવી ગયું છે. હાલમાં પોલીસ દ્વારા 12 કરોડ રૂપિયાનો ચુનો લગાડીને નકલી ચેક વટાવી લેનારા આરોપીને પકડી પાડવાની કવાયત શરુ કરી છે.
એઈમ્સને 12 કરોડ રૂપિયાનો ચુનો લગાડીને નકલી ચેક વટાવી લેનારા આરોપીને પકડી પાડવાની કવાયત પોલીસે શરૂ કરી છે. બે અલગ અલગ એકાઉન્ટના બે જુદા જુદા નકલી ચેકની મદદથી એક જ મહિનામાં આરોપીએ 12 કરોડ રૂપિયા જુદી-જુદી બ્રાન્ચમાંથી ઉપાડી લીધા હતા. એસબીઆઈમાં એકાઉન્ટ હોવાથી તમામ બ્રાન્ચોને એલર્ટ જારી કરવામાં આવ્યો છે. એઈમ્સના ચેક ક્લિયર કરતા પહેલાં હોમ બ્રાન્ચનો સંપર્ક કરવાની તાકીદ થઈ છે. નકલી ચેકની મદદથી એઈમ્સ સાથે 12 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ છે.
એઈમ્સના ડીરેક્ટર પાસે જે એકાઉન્ટ છે એમાંથી સાત કરોડ રૂપિયાની રકમ ભરીને નકલી ચેકથી રૂપિયા વટાવી લેવાયા હતા. ડીરેક્ટર જે એકાઉન્ટ ઓપરેટ કરે છે, તેમાંથી પાંચ કરોડ રૂપિયા નકલી ચેકની મદદથી વટાવી લેવામાં આવ્યાં હતા. એક ચેક મુંબઈની બ્રાન્ચમાં વટાવાયો હતો જે અલ્ટ્રા કિરણોમાંથી પસાર થવા છતાં નકલી છે એવી જાણ થઈ ન હતી. નકલી ચેકની એટલી હદે નકલ કરવામાં આવી હતી કે તેના સીરિયલ નંબર પણ એઈમ્સ પાસે જે ચેકબુક છે એમાં છે.
એ ચેકબુકમાંથી એ સીરિયલ નંબરનો ચેક હજુ સુધી કોઈને આપવામાં આવ્યો ન હતો. 12 કરોડ રૂપિયા વટાવ્યા પછી પણ આરોપીએ દહેરાદૂન અને મુંબઈ જેવી બ્રાન્ચમાંથી 29 કરોડ રૂપિયાનો નકલી ચેક વટાવવાની કોશિશ કરી ચૂકયો હતો, પણ એમાં સફળતા મળી ન હતી. જોકે, 12 કરોડ રૂપિયા તો ઢગી લેવામાં આરોપીઓને કામિયાબી મળી હતી. ચેક ક્લિયર કરતી વખતે એસબીઆઈના સ્ટાફે પ્રોપર પ્રોટોકોલ ફોલો ન કર્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે. ઘટનાની ગંભીરતા જોઈને એસબીઆઈએ દેશભરની બ્રાન્ચોને એલર્ટ કરી છે. એઈમ્સનો ચેક ક્લિયર કરતા પહેલાં હોમ બ્રાન્ચનો સંપર્ક કરવાની તાકીદ થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.