ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ સાહેબ સિંહ વર્મા નું કહેવું છે કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીબાગમાં બેઠેલ લોકોને એક કલાકમાં જ ભગાડી શકાય છે. તેમણે કહ્યું કે જો ભાજપની સરકાર બનશે તો સરકારી જમીન પર બનેલ મસ્જિદ એક મહિનામાં જ હટાવી દેવામાં આવશે. સંસદ કહ્યું કે,” આ એક માત્ર સામાન્ય ચૂંટણી નથી. આ દેશની એકતા પર નિર્ણય કરવાની ચૂંટણી છે. જો ભાજપ ૧૧ ફેબ્રુઆરીએ સત્તામાં આવશે તો એક જ કલાકની અંદર ત્યાં બેઠેલા પ્રદર્શનકારીઓ નહીં દેખાય અને એક મહિનાની અંદર સરકારી જમીન પર બનેલ મસ્જીદોને અમે નહીં છોડીએ.” પશ્ચિમ દિલ્હીના સંસદ વર્મા દિલ્હી વિધાનસભા ચૂંટણીનો વિકાસપૂરી મા પ્રચાર કરી રહ્યા હતા.
#WATCH: BJP MP Parvesh Verma says, "…Lakhs of people gather there (Shaheen Bagh). People of Delhi will have to think & take a decision. They'll enter your houses, rape your sisters&daughters, kill them. There's time today, Modi ji & Amit Shah won't come to save you tomorrow…" pic.twitter.com/1G801z5ZbM
— ANI (@ANI) January 28, 2020
સાથે જ તેમણે કહ્યું કે,”…ત્યાં શાહીન બાગમાં લાખો લોકો જમા થયા છે… દિલ્હીના લોકો એ વિચારવું જોઈએ, અને નિર્ણય કરવો જોઈએ… તેઓ તમારા ઘરમાં ઘુસ્સે, તમારી બહેન-દીકરી સાથે બળાત્કાર કરશે, તેમની હત્યા કરશે… આજે જ સમય છે, કાલે મોદીજી અમિત શાહ તમને બચાવવા નહીં આવી શકે… “
ત્યાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે તેમને શાહીનબાગ જવા માટે પડકાર આપ્યો, જેથી વિધાનસભાની ચૂંટણીમાં લોકો નિર્ણય કરી શકે કે તેમને કોને વોટ આપવો જોઈએ. અમિત શાહે ઉત્તર પશ્ચિમ દિલ્હી ના રીઠાલા માં એક સભામાં કહ્યું કે કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રામ મંદિરનું નિર્માણ તેમજ ધારા 370 હટાવવાના વિરોધમાં હતા અને દેશની છબી તેમજ સૈનિકોની તેમને કોઇ ફિકર નથી.
ભાજપ પર પલટવાર કરતા કેજરીવાલે કહ્યું કે ભગવાન પાર્ટી કાલિન્દી કુંજ ના શાહીબાગ ખંડને ખોલવા નથી માગતી, આ માટે તેઓ ગંદી રાજનીતિ કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની ના કાયદા ની વ્યવસ્થા કેન્દ્ર સરકારના હાથમાં છે. “જો અમિત શાહને મારી પાસેથી અનુમતિ જોઈતી હોય તો હું અનુમતિ આપી રહ્યો છું, એક કલાકમાં રસ્તા પર લાગેલ જામ હટાવી આપો. ” કેજરીવાલે સંવાદદાતાઓને કહ્યું કે, ” હું તમને લખીને આપુ શકું છું કે ભાજપ શાહીન બાગના રસ્તાને ખોલવા નથી ઇચ્છતી. શાહીન બાગ માર્ગ 8 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે અને ૯ ફેબ્રુઆરીએ ખુલશે. “
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.