ગુજરાત કબજે કરવાનો તખ્તો ઘડવા અમદાવાદ આવશે કેજરીવાલ- આપ થી ભાજપને શું નુકસાન થશે એનો મુખ્યમંત્રીએ આપ્યો જવાબ

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ, આમ આદમી પાર્ટી સહિત ભાજપની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર આવીને ઊભી રહી છે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પગપેસારો કરવો અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી માટે મોટો પડકાર સાબિત થશે. આમ આદમી પાર્ટી કોઈપણ સંજોગોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, ‘આવશે તો ભાજપ જ.’

જ્યારે ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવનારી 2 અને 3 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત આવવાનો સ્પષ્ટ હેતુ, ગુજરાત કેવી રીતે કબજે કરવુ તેની રણનીતિ તૈયાર કરવાનો છે. 2 અને 3 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટી અનેક બેઠકો કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવાની રણનીતિ તૈયાર કરશે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ૨ એપ્રિલના રોજ ભાજપના મજબૂત વિસ્તારોમાં, આમ આદમી પાર્ટીનો પાયો મજબૂત કરવા રેલી કાઢશે. સાથોસાથ 3 એપ્રિલના રોજ અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલ ખોડીયાર મંદિરથી ઠક્કરબાપાનગર અને સરદાર મોલ સુધી બે કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે.

યોજાનારી આ રેલીમાં રાજ્યભર માંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેલીમાં ભાગ લેશે. એક સમય હતો કે, જ્યારે આમ આદમી પાર્ટીના એક પછી એક કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હતા, પરંતુ હાલ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સામે વધુ મજબૂતાઈથી લડવા તૈયાર થઇ રહી છે.

ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમારો ફક્ત એ જ સિદ્ધાંત છે કે, વિકાસના કાર્યો સાથે છેલ્લી હરોળના નાગરિકો સુધી કેવી રીતે પહોંચવું? વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આયોજન કરતી વખતે ભારતીય જનતા પાર્ટી પછાત અને દલિત વ્યક્તિને પણ ધ્યાનમાં રાખે છે. સાથોસાથ ગુજરાતના વિકાસ અંગે ઘણી આવનારી યોજનાઓની વાત મુખ્યમંત્રીએ કરી હતી, જેનાથી ગુજરાતનો વધુમાં વધુ વિકાસ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *