પતિ પત્નીમાં ઝઘડામાં માસુમ બાળક હોમાયું- ગુસ્સામાં આવીને સગી માતાએ…

દિલ્હી: ફતેહપુર બેરી વિસ્તારમાં 11 મહિનાના બાળકની હત્યાના આરોપમાં તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે, મહિલા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. 9 જુલાઈએ બાળકને તાવ આવ્યો હતો. પતિએ ડોક્ટર પાસે જવાની ના પાડી હતી, ત્યારબાદ મહિલાએ ગુસ્સે થઈને તેના પુત્રને ચુદડીથી ગળું દબાવીને હત્યા કરી હતી.

હકીકતમાં તેરા ગામનો પોલીસને ફોન આવ્યો હતો કે, એક પિતાએ તેના પુત્રની હત્યા કરી છે. જ્યારે બીજો ફોન આવ્યો હતો કે, માતાએ પુત્રની હત્યા કરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેઓએ જોયું કે, 11 મહિનાના બાળકની લાશ પલંગ પર પડી હતી. તેનું ગળું ચુંદડીથી દબાવવામાં આવ્યું હતું. પડોશીઓએ ગંભીર હાલતમાં બાળકને અપૈક્સ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી ત્યારે બાળકના માતા અને પિતા બંનેએ એકબીજા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું હતું. પોલીસને તકનીકી સર્વેલન્સ, સીસીટીવી ફુટેજના આધારે સત્ય જાણવા મળ્યું કે બાળકની માતા જ્યોતિએ તેની હત્યા કરી હતી. ત્યારબાદ પોલીસે જ્યોતિની ધરપકડ કરી હતી.

જ્યોતિએ પોલીસને જણાવ્યું હતું કે, તેણીના લગ્ન વર્ષ 2011 માં થયા હતા અને ત્યારબાદથી તેનો પતિ તેને પસંદ નથી કરતો અને તેમની વચ્ચે ઘણા ઝઘડા છે અને 9 જુલાઇએ પણ તેણીએ પતિ સતવીર સાથે ઝગડો કર્યો હતો. જ્યોતિએ જણાવ્યું કે, તેના બાળકની તબિયત ખૂબ ખરાબ છે. તેને વધારે તાવ આવ્યો હતો.

સતવીરે તેને ડોક્ટર પાસે લઈ જવાની ના પાડી હતી. આથી ગુસ્સે થઈને તેણે પોતાના 11 મહિનાના દીકરાનો જીવ લીધો હતો. પુત્રની હત્યારી માતા જ્યોતિ ગુરુગ્રામના રીટોજ ગામની રહેવાસી છે. તેણી જ્યારે માત્ર 16 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થયાં હતાં. હાલ પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *