કોરોના મહામારીના સંકટ વચ્ચે લોકોને પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. કિંમતોમાં વધારાનો સિલસિલો સતત તેરમા દિવસે પણ ચાલુ રહ્યો અને આજે શુક્રવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 78.37 રૂપિયા તો ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયું છે.
અઠવાડિયાના પાંચમા દિવસે પેટ્રોલની કિંમતમાં 0.56 રૂપિયા તેમજ ડીઝલની કિંમતમાં 0.63 રૂપિયાનો વધારો થયો છે. આના પહેલા ગુરૂવારના રોજ પણ પેટ્રોલ ડીઝલ મોંઘું થયું હતું.
દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત રૂપિયા પ્રતિ લીટર નજીક પહોંચી ચૂકી છે. આજે તે 78.37 રૂપિયા તો ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયું છે.
સતત તેરમા દિવસના વધારા સાથે દેશની રાજધાનીમાં પેટ્રોલ 7.11 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે અને ડીઝલની કિંમતમાં પણ સાથ રૂપિયાથી વધારે નો વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news