પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે દિલ્હીની ચૂંટણી તેમની ઈજ્જતનો સવાલ બન્યો છે. ભાજપ સરકાર જો આ ચૂંટણી હાર્યા તો આ બંને નેતાઓની ભાજપમાં ઈમેજ બગડવાનો સવાલ ઉભો થયો છે. અત્યારે ખુદ અમિત શાહ પોતે જ દિલ્હીની ચૂંટણી તેમની દેખરેખ નીચે કરી રહ્યા છે. ભલે દેશમાં ભાજપ સરકાર હોય પણ દિલ્હીમાં ભાજપ સરકારને સફળતા મળતી નથી. અને ભાજપ કોઈ પણ ભોગે કેજરીવાલ સરકારને સત્તામાંથી દૂર કરવા માગે છે.
વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે મંગળવારે કેજરીવાલે ગોકુલપુરીમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમણે જણાવતા કહ્યુ કે આજે દિલ્હી વાસીઓની વિરુદ્ધમાં તમામ રાજકીય પક્ષો એક થઇ ગયા છે.
ભાજપ સરકારે કુલ 11 મુખ્યમંત્રી, કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ પાર્ટીના બધા જ નેતાઓને દિલ્હીમાં બોલાવી લીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી પ્રવાસ અર્થે દિલ્હી પહોચ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી દિલ્હીમાં દ્વારકા વિધાનસભા ઉમેદવાર પ્રધુમન રાજપૂતના સમર્થનમાં અને ઉત્તમનગર વિધાનસભા ઉમેદવાર કૃષ્ણ ગેહલોતના સમર્થનમાં સભાનું આયોજન કરશે.
ગુજરાત કોંગ્રેસના 14 ધારસભ્યો અને 16 પદાધિકારીઓ ભેગા થઇ 30 આગેવાનો હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. ગઈકાલે સોમવારે સાંજના સમયે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે રાજીવ સાતવે એક બેઠક કરી હતી. અને કયા આગેવાનને કઈ કઈ બેઠકો પર શું કામગીરી કરવાની છે તેને લઇને આ મીટિંગ થઈ હતી.
સાથે-સાથે ભાજપના આગેવાનો પણ દિલ્હી પહોંચ્યા છે. ચૂંટણી દિલ્હીમાં છે પણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં દાયકાઓ જૂનો વનવાસ પૂરો કરવા માગે છે. અમિત શાહે 200 જેટલા સાંસદો, 7 મંત્રીઓને દિલ્હીની ગલીઓ ખૂંદવા માટે આદેશ કર્યો છે.
અમિત શાહે તમામ તાકાત દિલ્હી જીતવા લગાવી છે. કેજરીવાલ માટે પણ આ છેલ્લો ચાન્સ છે. મોદી અને શાહની તમામ તાકાત છતાં જો દિલ્હીમાં કેજરીવાલે સત્તા મેળવી તો કેજરીવાલનું કદ રાષ્ટ્રીય નેતાગીરીમાં વધી જશે. કેજરીવાલ અને આપ પણ કોઈ પણ સંજોગોમાં સત્તામાં રિટર્ન થવા માટે એડીચૌટીનું જોર લગાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.