આ રાજ્યમાં મોટા આતંકી હૂમલાના એંધાણ, 15 દિવસમાં પાંચ આતંકીઓ ઝડપાયા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ધૌલા કુઆન રિજ રોડ નજીક 22 ઓગસ્ટના રોજ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા આઈએસઆઈએસના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી વિસ્ફોટક વસ્તુઓ મળી આવી હતી વિશેષ સેલના નાયબ પોલીસ કમિશનર (ડીસીપી) પ્રમોદસિંહ કુશવાહાએ આ માહિતી આપી હતી. મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસની સ્પેશયલ સેલે પાછલા 15 દિવસમાં આતંકી સંગઠન સાથે જોડાયેલા પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે. તેમાંથી ચાર આતંકી ખાલિસ્તાન આંદોલન સાથે જોડાયેલા છે. અને એક આઈએસકેપીનો સદસ્ય છે. તેવી જાણકારી મળી રહી છે.

એન્કાઉન્ટરમાં ઝડપાયેલા આતંકવાદીનું નામ અબુ યુસુફ તરીકે જણાવવામાં મળ્યું હતું. આતંકવાદી પાસેથી બે આઈઈડી અને શસ્ત્રો મળી આવ્યા હતા. ત્યાર પછી આ આતંકીને લોધી કોલોની સ્થિત સ્પેશિયલ સેલની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આતંકી અબુ યુસુફ ઉત્તર પ્રદેશના બલરામપુરનો રહેવાસી છે. યુસુફ સાથે અન્ય એક આતંકવાદી પણ હતો જે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

સ્વતંત્રતા પર્વના દિવસે ગુપ્તચર એજન્સીએ આપ્યું હતું એલર્ટ
ઓગષ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસને જોતા દિલ્હી સહિત દેશના પ્રમુખ શહેરોમાં આતંકી હૂમલાનું જોખમ વધી રહ્યું હતું.આ સમય દરમયાન સ્પેશયલ સેલે સૂચનાના આધારે આ કાર્યવાહી કરી છે. જેમાં 22 ઓગષ્ટના રોજ ધૌલાકુંઆ રિજ વિસ્તારમાંથી આઈએસકેપીના સદસ્ય મોહમ્મદ મુસ્કીમ ખાનની ધરપકડ કરી છે. આ ધરપકડ ઘર્ષણ બાદ થઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, મુસ્કતીમ કરોલ બાગ સહિત દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કરવા માટે આવ્યો હતો. તેના કબ્જામંથી બોમ્બ વિસ્ફોટ કરવાનો સામાન મળ્યો હતો. પોલીસે મુસ્તકીમની ધરપકડ કરીને દિલ્હીને આતંકી હૂમલાથી બચાવી લીધી હતી.

અત્યાર સુધીમાં આટલા આતંકીઓની થઈ છે ધરપકડ
22 ઓગસ્ટ ના રોજ કરવામાં આવેલ ધરપકડ બાદ કેટલા દિવસ બાદ સ્પેશયલ સેલે પ્રતિબંધિત આતંકી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદના બે સદસ્યો દિલ્હીમાં છુપાયા હોવાની બાતમીના આધારે 30 ઓગષ્ટના રોજ જીટી કરનાલ રોડથી ઈંદરજીતસિંહ અને જયપાલસિંહની ધરપકડ કરી લીધી હતી. આ બંનેએ 14 ઓગષ્ટના રોજ મોગા પોલીસ આયુક્ત કાર્યાલય ઉપર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો જે બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. તે બાદ પોલીસની સ્પેશયલ સેલે સોમવારે ઘર્ષણ દરમયાન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના બે આતંકીઓ ભૂપેન્દ્ર ઉર્ફે દિલાવરસિંહ અને કુલવંતસિંહની ધરપકડ કરી હતી. પશ્વિમ દિલ્હીના વિસ્તારમાં આ બંનેએ ફાયરીંગની ઘટના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી છ પીસ્તલ અને 40 કાર્તીઝ મળી આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *