દિલ્હી પોલીસના (Delhi Police) વિશેષ સેલે એક ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્મા, ચીની મહિલા કિંગ શી અને નેપાળી નાગરિક શેરસિંહની ધરપકડ કરી છે. રાજીવ પર ચીનને ગુપ્ત માહિતી આપવાનો આરોપ છે. કિંગ શી અને શેર સિંહે શેલ કંપનીઓ દ્વારા રાજીવને મોટી રકમ આપી હતી. ચીનના ગુપ્તચર વિભાગે રાજીવ શર્માને પૈસાના બદલામાં સંવેદનશીલ માહિતી આપવાનું કામ સોંપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પેશિયલ સેલે રાજીવ શર્માને તેના પિતામપુરાના ઘરેથી ઓફિશિયલ સિક્રેટ એક્ટ (Official Secret Act) હેઠળ ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, રાજીવ પાસેથી સંરક્ષણ સંબંધિત કેટલાક ખૂબ ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાજીવ શર્માની 14 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બીજા જ દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. હવે 22 સપ્ટેમ્બરે તેના જામીન પર પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પકડાયેલા આરોપીઓ પાસેથી અનેક મોબાઇલ, લેપટોપ અને અન્ય સામગ્રી પણ મળી આવી છે. વિશેષ સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. રાજીવ શર્મા યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા, ધ ટ્રિબ્યુન, ફ્રી પ્રેસ જર્નલ, સકલ જેવી સંસ્થાઓમાં કામ કરી ચૂક્યા છે.
દિલ્હી પોલીસની વિશેષ ટીમે એક ફ્રીલાન્સ પત્રકારની ધરપકડ કરી છે. દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં રહેતા આ આરોપી પત્રકારનું નામ છે રાજીવ શર્મા. રાજીવ શર્માની ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રાજીવ પાસેથી દેશના સંરક્ષણ સંબંધિત અનેક ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. જે બાદ રાજીવની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે.
હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. તેને છ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપી પત્રકારને તે સ્થળે લઈ જવામાં આવશે જ્યાંથી તેણે ગુપ્ત દસ્તાવેજો મેળવ્યા હતા. આરોપીના પરિવાર સાથે સામાન્ય પૂછપરછ પણ કરવામાં આવશે. ડીસીપી સંજીવ યાદવ આ મામલે તપાસ કરી રહ્યા છે. રાજીવ શર્મા જેની સાથે ફોન પર સૌથી વધુ વાત કરતો હતો તે વ્યક્તિનો પણ સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીના ઇમેઇલ એકાઉન્ટ અને મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en