દિલ્હી: હાલમાં દિલ્હીમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ સાદા ગણવેશમાં બે યુવકોને ભારે માર મારતો નજરે પડે છે. એક યુવક ભાગી જાય છે, પરંતુ બીજાને કોન્સ્ટેબલ અને તેના સાથીદારોએ ઘેરી લીધો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવકનું મોત પોલીસના માર મારવાને કારણે થયું હતું, ત્યારબાદ તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત બાકીના સાથીઓની શોધ ચાલુ છે.
આ વિડિઓમાં, 4 થી 5 લોકો બે છોકરાઓને જોરદાર માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે. ત્યારે એક યુવક ભાગી ગયો પણ બીજો યુવાન ફસાઈ ગયો. કોન્સ્ટેબલ યુવકને મારતો હોય છે જયારે બાકીના લોકો યુવકની આજુબાજુ ઘેરાઈને ઉભા છે. જે વ્યક્તિએ આ છોકરાને ખરાબ રીતે માર્યો તે અન્ય કોઈ નહીં પણ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ મોનુ સિરોહી છે.
પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત છોકરાને તેના સાથીદારો સાથે કારમાં બેસાડતો જોવા મળે છે. 13 જૂનના આ વીડિયોમાં માર મારવામાં આવેલા છોકરાના પરિવારે દિલ્હીના ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાના અહેવાલ નોંધાવ્યા હતા. પરંતુ ન્યુ અશોક નગર પોલીસ સ્ટેશનના એસએચઓએ 24 કલાક પછી પણ અપહરણની એફઆઈઆર નોંધી નથી.
હાલ આ વીડિયોમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને પોલીસ કોન્સ્ટેબલ મોનુ સિરોહીને દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલ મોનુ સિરોહીએ તેના સાથીદારો સાથે મળીને આ છોકરાને એટલો માર માર્યો હતો કે તેનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ લાશને મેરઠ નજીક ગેંગ કેનાલમાં ફેંકી દીધી હતી.
ડીસીપી પૂર્વ પ્રિયંકા કશ્યપે પુષ્ટિ આપી છે કે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. તેણે આ સિવાય કંઈ પણ જણાવવાની ના પાડી. પોલીસ કોન્સ્ટેબલે યુવકને કેમ માર માર્યો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. વળી, પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉભા રહેલા બાકીના લોકોની ધરપકડ ક્યારે કરશે? આ સાથે, મોટો સવાલ એ છે કે કોન્સ્ટેબલ સાથે વીડિયોમાં હાજર બાકીના લોકો કોણ છે? જાણવા મળ્યું છે કે, આ કેસમાં નવા અશોક નગરના SHOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છોકરાના પરિવાર તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસ હજી પણ ઘણું છુપાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.