દિલ્હીમાં આ સમયે કોરોનાવાયરસ નો સંકટ ચાલી રહ્યો છે. તેમાં પોલીસ વ્યવસ્થા પણ સતર્ક છે. કોઈપણ વ્યક્તિના કોઈપણ પ્રકારના ફોન કોલ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સોમવારે દિલ્હી પોલીસને એક ફોન કરવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયા ગેટ ઉપર બોમ્બમારો થનારો છે. આ ખોટા ફોન કોલે દિલ્હી પોલીસમાં હડકમ મચાવી દીધો.
કોઈપણ પ્રકારના સંકટને હળવાશથી ન લેતા દિલ્હી પોલીસે ઇન્ડિયા ગેટ પાસે શોધખોળ અભિયાન ચલાવ્યું. બોમ્બ સ્ક્વોડ ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે. દરેક ખૂણાને તપાસવામાં આવ્યો. પરંતુ ફોન કોલ ખોટો નીકળ્યો અને મળેલી માહિતી પણ.
દિલ્હી પોલીસે હવે આ મામલે એક વ્યક્તિને ફરીદાબાદથી પકડી પાડયો છે અને તેની સાથે પૂછપરછ ચાલી રહી છે. જણાવી દઈએ કે આ પ્રકારના ફોન કોલ સતત આવતા રહે છે. પરંતુ પોલીસ કે પ્રશાસન દરેક કોલને લઈને એક્ટિવ રહે છે, જેનાથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને.
હજુ થોડા દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયને લઈને એક પ્રકારનો ફોન કરવામાં આવ્યો હતો. જેના બાદ પ્રદેશની પોલીસે એક્શન લીધી અને એવી ધમકી આપનાર લોકોને પકડી પાડયા હતા. યુપીમાં કેટલાક લોકોએ ફોન કરી સીએમ આવાસ ઓફિસ સહિત ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓને ઉડાવવાની ધમકી આપી હતી. જેનાબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news