જાણો કેમ દિલ્હીની આ મહિલાએ રાહુલ ગાંધીના નામે કર્યું પોતાનું 4 માળનું મકાન

કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધી((Rahul Gandhi)ની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ તેમને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી. તે જ સમયે, એક મહિલાએ દિલ્હીના મંગોલપુરીમાં પોતાનું 4 માળનું ઘર રાહુલને આપ્યું છે. મળતી માહિતી મુજબ, દિલ્હીની રહેવાસી રાજકુમારી ગુપ્તા(Rajkumari Gupta)એ દિલ્હીના મંગોલપુરી(Mangolpuri)માં પોતાના ઘરનું નામ રાહુલ ગાંધીના નામ પર રાખ્યું છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીને 12, તુગલક લેન ખાતેનો બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી.

બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોએ સોશિયલ મીડિયા પર ‘મેરા ઘર, આપકા ઘર’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત રાહુલના સમર્થકો તેમના ઘરના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે, મારું ઘર રાહુલ ગાંધીનું ઘર છે…

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ તેમને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ પછી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ‘મેરા ઔર રાહુલ ગાંધી કા ઘર'(Mera Ghar Rahul Gandhi Ka Ghar)ના નામે પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન દિલ્હીની રહેવાસી રાજકુમારી ગુપ્તાએ મંગોલપુરીમાં પોતાનું 4 માળનું ઘર રાહુલ ગાંધીને આપ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધીમાં 12 તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે. 27 માર્ચે, લોકસભાની હાઉસિંગ કમિટીએ તેમને નોટિસ મોકલીને 22 એપ્રિલ સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું હતું.

રાહુલ ગાંધીને મોકલવામાં આવેલી નોટિસમાં શું કહેવામાં આવ્યું?
રાહુલ ગાંધીને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, લોકસભા સચિવાલયે 24 માર્ચ, 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને 23 માર્ચ, 2023થી તેમની લોકસભાની સદસ્યતા રદ કરી દીધી છે. તેથી, 17મી લોકસભાના સાંસદ તરીકે, તેઓ હવે તેમને ફાળવવામાં આવેલા 12 તુઘલક લેનના સરકારી આવાસમાં વધુમાં વધુ એક મહિના એટલે કે 22 એપ્રિલ 2023 સુધી રહી શકશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેમને ફાળવવામાં આવેલા આ સરકારી મકાનની ફાળવણી 23 એપ્રિલ 2023થી રદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીએ 22 એપ્રિલ 2023 સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.

24 માર્ચે ગેરલાયક ઠેરવવામાં આવ્યું રાહુલ ગાંધીનું સભ્યપદ
તમને જણાવી દઈએ કે 24 માર્ચે લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીની સદસ્યતા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. 2019ના ‘મોદી સરનેમ’ બદનક્ષીના કેસમાં ગુજરાતની અદાલત દ્વારા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા અને બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *