નેપાળ દેશોમાં લોકશાહી શાસન છે. અત્યારે કોરોના મહામારી વચ્ચે ત્યાંના મોટા ભાગનાં લોકો લોકશાહી ખતમ કરીને રાજાશાહી લાગુ કરવા માટે માંગણી કરી રહ્યા છે. અને રેલી કાઢી રહ્યા છે. આમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે.
નેપાળ દેશની સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહી છે. તે સમયે હાલનાં સમયમાં નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગણી ઉગ્ર બની રહી છે. રાજધાની કાઠમાંડુમાં શનિવારનાં રોજ રાજાશાહીની માંગણીને લઇને વિરોધ પ્રદર્શન થયા તેમજ લોકોએ રેલી પણ કાઢી છે.
આ અગાઉ પોખરા તેમજ બુટવાલ જેવાં મોટા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા. કાઠમાંડુ ખાતે યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
આ બધા લોકોની માંગણી એવી છે કે, નેપાળ રાજ્યમાં પ્રજાતંત્રને ખતમ કરીને પાછું રાજાશાહી લાગુ કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શનની આગેવાની હેઠળ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી આ વિરોધ પ્રદર્શનની આગેવાની કરી છે. તેઓની એવી માંગણી છે કે, નેપાળ દેશમાંથી ફેડરલ ડેમોક્રેટિક રિપ્બલિકન સિસ્ટમને ખતમ કરવામાં આવે.
જે નેપાળ દેશમાં વર્ષ 2008થી લાગુ પાડવામાં આવી છે. હાલ આ આંદોલનમાં ઘણી મોટી સંખ્યામાં યુવાનો જોડાઇ રહ્યા છે. જે નેપાળ દેશનાં પૂર્વ રાજા તેમજ હિન્દૂ રાજાશાહીનાં સમર્થનમાં નારેબાજી પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle