અચાનક જ સોસિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું ‘જસ્ટિસ ફોર સુપ્રિયા’- અમદાવાદથી નીકળેલી યુવતીની લાશ મળતા મચ્યો હડકંપ

અઢી મહિના પહેલા દાહોદ-ગોધરા વચ્ચે લીમખેડા પાસે રેલવે બ્રીજ નજીકથી મૃત હાલતમાં મળી આવેલી મધ્યપ્રદેશની યુવતીના પ્રકરણમાં હાલ સીબીઆઇ તપાસની માગણી કરવામાં આવે છે. જસ્ટીસ ફોર સુપ્રિયા ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં છે ત્યારે પરીજનો પણ ગૃહમંત્રી, સાંસદ અને ધારાસભ્યને ન્યાય માટે પત્ર લખી ચુકયા છે. જોકે, હજુ સુધી પોલીસને કોઇ સુરાગ મળ્યો નથી.

મધ્યપ્રદેશના અનુપપુરની 23 વર્ષીય સુપ્રિયા તિવારી ફેબ્રુઆરીમાં કચ્છમાં રહેતી પોતાની બહેનના ઘરે આવી રહી હતી. 15 દિવસ રહ્યા બાદ તે 2 માર્ચ, 2021ના રોજ અમદાવાદથી સોમનાથ જબલપુર ટ્રેનના કોચ નંબર બી/1માં સીટ નંબર 33 પર બેસીને ભોપાલ જવા નિકળી હતી.

2 માર્ચે રાત્રે 9:37 કલાકે સુપ્રિયા સાથે છેલ્લી વાત થયા બાદ સુપ્રિયાનો કોઇ સંપર્ક થયો ન હતો. ત્યારબાદ રાતના 10 વાગ્યે તેનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો હતો. થોડીવાર પછી સુપ્રિયાની બહેનને કોઇએ ફોન કરી કહ્યું કે, તે પોતાની સીટ પરથી ગાયબ છે. થોડીવાર પહેલા તે બાથરૂમ ગઇ હતી પરંતુ બાદમાં પરત આવી જ નથી. સોમનાથ જબલપુર ટ્રેનનું સ્ટોપેજ ગોધરા રેલ્વે સ્ટેશન ન હોવા છતાં ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન પર ઉભી રહી હતી. આ મુદ્દો પણ રહસ્યમય છે ને પોલીસ પાસે તેનો પણ જવાબ નથી.

સુપ્રિયાની બહેને પોલીસ અને રેલવે હેલ્પલાઇન પર મદદ માંગી પણ કોઇ ફાયદો થયો ન હતો. ત્રણ દિવસ પછી ગોધરા અને દાહોદ વચ્ચે લીમખેડા નજીક એક રેલવે પાસેથી લાશ મળી આવી હતી. સુપ્રિયા ગોધરા સ્ટેશનેથી ગુમ થઈ છે એ સ્પષ્ટ હોવા છતાં પોલીસ કોઈ સગડ મેળવી શકી નથી. આ દરમિયાન પરીવારજનો દ્વારા તેની હત્યા થઇ હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

હાલ પોલીસ આ પ્રકરણને આત્મહત્યાના એંગલથી તપાસ કરી રહી છે. પરીવારજનોએ યુવતિને ન્યાય મળે તે માટે ધારાસભ્ય, સાંસદ, ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. આ અંગે સીએમ શીવરાજસિંહ ચૌહાણને પત્ર લખી ન્યાયની માગણી કરવામાં આવી હતી. ટવિટર પર જસ્ટીસ ફોર સુપ્રિયા ટોપ ટ્રેન્ડમાં છે અને અમુક લોકો તો સીબીઆઇ તપાસની માગણી પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *