અમદાવાદમાં મંદિરનાં ઓટલા પરથી જ ત્યજી દેવાયેલી હાલતમાં મળી નવજાત બાળકી

અવારનવાર કેટલીક હ્રદયસ્પર્શી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’,…

અવારનવાર કેટલીક હ્રદયસ્પર્શી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’, ‘ગોળ વિના સુનો કંસાર, ‘મા વિના સુનો સંસાર’ જેવી માતૃ પ્રેમ માટે આવી કેટલીક કહેવતો ખુબ પ્રચલિત છે.

સમાજમાં માતૃપ્રેમ જાણે કે મરી પરવાર્યો હોય એવી ઘટના અમદાવાદ શહેરમાં આવેલ મણિનગર વિસ્તારમાંથી સામે આવી છે. હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારેમાં જોગણી માતાના મંદિરના ઓટલે ત્યજી દીધેલી સ્તિથીમાં એક રડતી બાળકી મળી આવી હતી.

જેને કારણે આજુબાજુના લોકોએ દરગાહમાં લઈ જઈને આ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખવામાં આવી હતી. આ મુદ્દે મણિનગર પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ખુબ શરમજનક સાબિત થઈ છે.

ગોદડીમાં ઢાંકેલું બાળક હાડ થીજવતી ઠંડીમાં રડતું હતું:
શહેરમાં આવેલ મણિનગર વિસ્તારમાં મચ્છી પીરની દરગાહ નજીક રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલ કાપડની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. રવિવારની સવારમાં તેઓ સુતા હતા ત્યારે દરગાહ નજીક ફૂટપાથ પર રહેતા દિવાળીબેને આવી તેમને બૂમો પાડી કહ્યું હતું કે, દરગાહની બાજુમાં આવેલ જોગણી માતા તથા હડકવાઈ માતાના મંદિરના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો ગોદડીમાં ઢાંકેલું બાળક હાડ થીજવતી ઠંડીમાં રડી રહ્યું હતું.

લાંબા સમય સુધી બાળકીને લેવા કોઈ ન આવ્યું:
ગોદડી હટાવીને જોયું તો તેમાં 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મહેમૂદભાઈ સહિત કેટલાંક લોકો દરગાહમાં લઇ ગયા હતા તેમજ ત્યાં બાળકીને દૂધ પીવડાવીને શાંત કરવામાં આવી હતી. મહેમૂદભાઈ સહિતના લોકોને થયું કે, કોઈ બાળકી મૂકી આજુબાજુમાં ગયું હશે.

જો કે, ખુબ લાંબા સમય સુધી બાળકીને લેવા માટે કોઈ ન આવતા તુરંત જ મણિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મુદ્દે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ કર્યાં બાદ જ બાળકીના માતા-પિતા અંગે કોઈ જાણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *