સુરત/ પલસાણામાં 4 કામદારોના મોત અંગે કોઈ કાર્યવાહી નહિ- કોંગ્રેસ નેતા દર્શન નાયકે વળતર આપવા કરી માંગ

Surat Palsana Workers Death Update: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે આવેલી કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં 4 કામદારોના મોત થયા…

Surat Palsana Workers Death Update: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે આવેલી કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં 4 કામદારોના મોત થયા હતા. આ બનાવ 14 નવેમ્બરે બન્યો હતો. જેમાં કામદારોના મોત કંપની સંચાલકોની બેદરકારીને કારણે થયા હોવાના આરોપો કોંગ્રેસ નેતા દર્શન નાયક(Congress leader Darshan Nayak) દ્વારા લગાવવામાં આવ્યા છે. સાથે જ યોગ્ય કાયદાકીય પગલા ભરી કામદારોને વળતર આપવાની માંગ કરી છે. જોકે, વારવાર રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા દર્શન નાયકે કંપનીના જવાબદાર માલિકો સામે ભારતીય દંડ સંહિતા તેમજ અન્ય કાયદાઓની કલમો હેઠળ એફ.આઈ.આર નોંધી યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવવા બાબતે ગુજરાત સરકારના સબંધીત વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે બ્લોક નં. ૩૧૪ ના પ્લોટ નં. ૨૧૪ થી ૨૨૬ માં આવેલ કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના માલિકોની બેદરકારીને કારણે ૪ કામદારોના મૃત્યુ થયા હતા જે અંગે કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે કંપનીની બેદરકારીના કારણે મૃત્યુ પામેલા કામદારોને ન્યાય મળે તે માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જાણ કરી વધુ વિગતો માંગી હતી. આ સાથે જ કંપનીના ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજય દ્વારા રજુઆતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રખી અરજદાર/યુનિયન/ફરિયાદીને બનતી દ્વારા મોકલી આપવા તથા ફરિયાદીને આપેલ જવાબની નકલ સાથે વિગતવાર અહેવાલ પોતાની પોતાની કચેરીને મોકલી આપવા જણાવ્યું હતું.

જયારે આ મામલે વન અને પર્યાવરણ વિભાગ,સચિવાલય,ગાંધીનગર દ્વારા કિરણ ઈન્ડસ્ટ્રીઝ સામે યોગ્ય કાયદાકીય પગલા લઇ કામદારોને વળતર અપાવવા બાબતે સભ્ય સચિવ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પર્યાવરણ ભવન,ગાંધીનગરને જવાબ આપવા જણાવ્યું હતું. જો કે પ્રાદેશિક અધિકારી GPCB સુરત દ્વારા પણ આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરી હોવાનું જાણ અજરદારોની કરી હતી..જો કે પત્રમાં પરંતુ શું કાર્યવાહી કરવામાં આવી તે સ્પષ્ટ જણાવેલ નથી.

તમને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે આ અગાઉ જણાવ્યું હતું કે, આ અગાઉ બનેલા કિસ્સા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ફરી 14 નવેમ્બર 2023 ના રોજ એક દુર્ઘટના બની હતી. જેમાં કિરણ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો અને મેનેજરોની બેદરકારીને કારણે 4 કામદારોના મૃત્યુ થયા હતા. કિરણ ઇન્ડસ્ટ્રીઝ બલેશ્વર ગામ તેમજ આસપાસના ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રદુષણ ફેલાવી રહી છે. આ એકમ દ્વારા ભુગર્ભમાં ઈટીપીની છુપી ટાંકીઓ બનાવી દેવામાં આવેલ છે જે અંદાજીત 40 થી 50 ફૂટ જેટલી ઊંડી છે. આ ટાંકીની ક્ષમતા ફક્ત એક જ વ્યક્તિ અવર-જવર કરી શકે તેવી છે તેમ છતા આ એકમના સંચાલકોએ આ ટાંકીમાં 4 કામદારોને સાફસફાઈ કરવા ઉતારેલા હતાં. જેથી સંચાલકો અને કંપનીના અધિકારીઓની બેદરકારીને કારણે આ 4 કામદારોનું મૃત્યુ થયુ છે.

તમામ માહિતી અને પુરાવાઓ હોવા છતા યોગ્ય આકારાણી નહિ કરી આંખ આડા કાન કરી એકમને ગેરકાયદેસર ફાયદો છેલ્લા ઘણા વર્ષોથી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેથી ગ્રામ પંચાયત બલેશ્વરના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે એવી માંગ કોંગ્રેસના નેતા દર્શનકુમાર નાયક દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *