સુરતમાં કરંજ વિધાનસભા વિસ્તારમાં મહા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ના વિરોધમાં આજે સ્થાનિક સોસાયટીના રહીશો મહિલાઓ સહિત ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી ની ઓફિસે ઘેરાવ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સુરતના વરાછા ઝોન માંથી પસાર થતી ખાડીના ડેવલોપમેન્ટ ની કામગીરીમાં નડતરરૂપ 35 વર્ષ જૂની સોસાયટીના અમુક મકાનો દૂર કરવાની કામગીરી શરૂ કરાતા વિવાદ ઉભો થયો છે.
પાલિકા દ્વારા જે મકાનો ના રહીશોએ કોર્ટમાં અરજી ન કરી હોય તેવા 18 મકાનો ડિમોલિશનકર્યા હતા. ત્યારે ડિમોલિશનના ત્રીજા દિવસે પણ આ કામગીરી ચાલુ રહેતા સોસાયટીના ૧૮ જેટલા મકાન ના રહીશો કરંજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી ને ત્યાં વખતે નો સામાન લઈને વિરોધ કરવા પહોંચી ગયા હતા. તેઓનો આક્ષેપ છે કે લોકસભાની ચૂંટણી પહેલા આ ધારાસભ્ય ઘોઘારી અને સ્થાનિક કોર્પોરેટરો ડિમોલિશન નહીં થાય તેવી ખાતરી આપી હતી અને ચૂંટણી પૂરી થતાની સાથે જ ડિમોલિશન શરૂ થયુ છે. અમે 35 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ અને અમે હવે ઘર વગરના થઈ રહ્યા છીએ. પરંતુ ધારાસભ્ય આ ડિમોલિશન અટકાવી રહ્યા નથી.
ખાડી કિનારે આવેલી ૩૫ વર્ષ જૂની વિવેકાનંદ સોસાયટીના ડિમોલેશનના કારણે રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ ધારાસભ્ય અને કોર્પોરેટરને ઉદરા લીધા હતા કરંજના ધારાસભ્યની ઓફિસ ખાતે અસરગ્રસ્તો પોતાના ઘરનો સામાન લઈને પહોંચી જતા ભારે હોબાળો થયો હતો મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસ બોલાવી લેવાની ફરજ પડી હતી ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી અને પોલીસે લોકોને સમજાવતાં મામલો થાળે પડ્યો હતો પરંતુ રહીશો ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા
અમુક મહિલાઓ પોતે ઘર વિહોણી થતા રોષ ઠાલવી રહી હતી. એક મહિલા તો ધારાસભ્ય ને ત્યાં સુધી ફટકાર લગાવી રહી હતી કે, ચૂંટણી સમયે તો તમે અમારા સગા બનીને આવ્યા હતા. પણ હવે કેમ સગપણ ભૂલી ગયા. અમે નરેન્દ્ર મોદીને ભગવાન માન્યા હતા અને હવે અમારે ઘરવિહોણા થવું પડ્યું છે. પ્રધાનમંત્રી બધાને ઘર આપવાની વાત કરે છે અને અમારા ઘર તો તોડી પાડવામાં આવ્યા છે.
મામલો થાળે પડયા બાદ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ઘર વિહોણા લોકોને અમે આવાસ યોજનામાં મકાન આપવા અંગે રજૂઆત કરીશું। આ કાર્યવાહી રોડ ડેવલોપમેન્ટ માટે કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.