‘રોપ વે’ દુર્ઘટનામાં બે લોકોના મોત- હજુ પણ 28 લોકો…

ઝારખંડ (Jharkhand)ના દેવઘરમાં ત્રિકુટ(Trikut) રોપ-વે (Rope-way)ની ટ્રોલીઓમાં અનેક લોકો ફસાયા હતા. મળતી માહિતી અનુસાર, ફસાયેલા 29 લોકોને બચાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે. આ તમામ…

ઝારખંડ (Jharkhand)ના દેવઘરમાં ત્રિકુટ(Trikut) રોપ-વે (Rope-way)ની ટ્રોલીઓમાં અનેક લોકો ફસાયા હતા. મળતી માહિતી અનુસાર, ફસાયેલા 29 લોકોને બચાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે. આ તમામ લોકો રવિવારે સાંજે 5 વાગ્યાથી 1000 હજાર ફૂટની ઊંચાઈએ ઝૂલતી ટ્રોલીઓમાં ફસાઈ ગયા છે. ફસાયેલા લોકોમાં ઘણા બાળકો પણ છે. તમામના જીવ બચાવવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. સેનાના બે MI-17 હેલિકોપ્ટર(MI-17 helicopter) ઘટનાસ્થળે પહોંચી ગયા છે, પરંતુ બચાવકાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

આ સ્થિતિમાં NDRFની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. NDRFની ટીમને ઊંચાઈના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડ્રોન દ્વારા ફસાયેલા લોકો સુધી ખોરાક અને પાણી પહોંચાડવાનું શરૂ થયું અને બચાવવામાં આવેલા ઘાયલોને સારવાર માટે દેવઘર સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બચાવ અભિયાનમાં વાયુસેનાના બે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ તારોને લીધે હેલિકોપ્ટરથી ટ્રોલી સુધી પહોંચવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હોવાનું જણાય છે, જેના કારણે કેબલ કારોની ટક્કર થઈ હતી.

આવી સ્થિતિમાં ઘટના બાદ કેબલ કારમાંથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. જ્યારે સ્થાનિક લોકો પણ NDRFને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર ટ્રોલીમાંથી કુલ 12 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમજ 2ના મોત નીપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *