હવે નહિ રીલીઝ થાય શહીદ કપૂરની ‘જર્સી’ – સાઉથની ફિલ્મોના કારણે આજે બોલીવુડ પોતાની ફિલ્મોની તારીખ પાછી ખેચવા લાગ્યું

શાહિદ કપૂર(Shahid Kapoor) અને મૃણાલ ઠાકુર (Mrinal Thakur)ની ફિલ્મ જર્સી (Jersey)ની રીલિઝ ડેટ ફરી એક વાર ટાળી દેવામાં આવી છે. એક રીપોર્ટ અનુસાર, આ ફિલ્મ…

શાહિદ કપૂર(Shahid Kapoor) અને મૃણાલ ઠાકુર (Mrinal Thakur)ની ફિલ્મ જર્સી (Jersey)ની રીલિઝ ડેટ ફરી એક વાર ટાળી દેવામાં આવી છે. એક રીપોર્ટ અનુસાર, આ ફિલ્મ હવે 22 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પાછી જર્સીની રિલીઝ ડેટ બદલાઈ:
નિર્માતાઓએ એક નિવેદન જારી કરીને ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ કરી છે. ફિલ્મ નિર્માતા અમન ગિલે કહ્યું, “એક ટીમ તરીકે, અમે ‘જર્સી’માં અમારું લોહી, પરસેવો અને આંસુ વહાવ્યા છે અને તેથી જ અમે ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ તમારા બધા સુધી પહોંચે. જર્સી હવે 22 એપ્રિલે રિલીઝ થશે.”

KGF 2 અને Beast વચ્ચે ટક્કર થઈ હતી:
‘જર્સી’ આ મહિને 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ, યશ અને સંજય દત્તની આગામી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ અને વિજય સ્ટારર ‘Beast’ પણ તે જ દિવસે દસ્તક આપવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર આ ત્રણેય ફિલ્મો વચ્ચે ટક્કર થવાની હતી, કદાચ એટલા માટે કે જર્સીના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝને લંબાવી દીધી છે.

ખબર છે કે ‘જર્સી’ તેલુગુ સુપરહિટ ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મ એક 36 વર્ષીય વ્યક્તિ પર આધારિત છે જેને છ વર્ષનો પુત્ર છે. તે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કરે છે, કારણ કે તેને એ એક જ કામ આવડે છે. અલ્લુ અરવિંદ દ્વારા પ્રસ્તુત, અમન ગિલ, દિલ રાજુ અને એસ નાગા વામસી દ્વારા નિર્મિત, આ ફિલ્મ ગૌથમ તિન્નાનુરી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં શાહિદ ઉપરાંત મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *