ભારતમાં હજુ પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એક વાર વડોદરાના જાંબુઘોડા ખાતે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર ઓફિસના ઇન્ચાર્જ નાયબ મામલતદાર 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે વડોદરા લાંચ રિશ્વત બ્યુરો શાખાની ટીમે પકડાયો હતો.
વડોદરા એસીબી શાખાની ટીમના પીઆઈ એસ.એ.રાઠોડને માહિતી મળી હતી કે, મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે જાતિ આવકના દાખલા માટે આવતા અરજદાર પાસેથી કાયદેસરની ફી કરતા રૂપિયા 100થી 500 સુધીની રકમ વધુ લે છે. જેમાં ઉપરોક્ત રકમ લાંચ સ્વરૂપે હોય છે.
એટીવીટીના ઇન્ચાર્જ નવીન નારીયાભાઈ રાઠવા નાયબ મામલતદાર જાંબુઘોડા તેમજ પૂર વિભાગના રેગ્યુલર નાયબ મામલતદાર હાલ તે જયપુર રહે છે. ત્યાં જઈને જાતિનો દાખલો કાઢી આપી ડિકોયર સાથે વાતચીત કરતા રૂપિયા 200ની માગણી કરી અને સ્વીકારી. ત્યારબાદ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ગુનો નોંધ્યો હતો. તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.