ગજબની ચોરી હો પણ… માથામાં અને કાનમાં આ રીતે છુપાવ્યા હતા ઈયરફોન- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો

જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને ભણવાનું મન થતું નથી અને પછી તેઓ અભ્યાસ કર્યા વિના પરીક્ષા પાસ કરવા માંગે છે, ત્યારે તેઓ ચોરીનો માર્ગ શોધવા લાગે છે. શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરીની ફરિયાદો આપણે ઘણી વખત સાંભળી છે, પરંતુ શું તમે સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ચોરી(Exam theft) કરતા ઉમેદવારો વિશે સાંભળ્યું છે? આ પરીક્ષાઓમાં ઘણી તપાસ કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં એક વ્યક્તિએ નકલ કરવાનો હાઇટેક રસ્તો શોધી કાઢ્યો. સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ(Viral videos) થઈ રહ્યો છે, જેમાં એક ઉમેદવારે પોતાના માથા પર નકલી વાળ લગાવી દીધા હતા અને તેની નીચે માઈક્રોફોન છુપાવ્યો હતો. નકલ કરવાની તૈયારીમાં આવેલ ઉમેદવાર ચેકીંગ દરમિયાન ઝડપાયો હતો.

માણસ વાળમાં વિગ લગાવીને છેતરવા માંગતો હતો:
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વિડિયોમાં, એક ઉમેદવાર યુપી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (UPSI)ની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર પર હાજર થતો જોઈ શકાય છે જ્યાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેને ખબર ન હતી કે તેની નકલ કરવાની હાઇટેક ટેક્નિક ચેકિંગ દરમિયાન પકડાઇ જશે. જેવો વ્યક્તિ પકડાયો, પોલીસે તેનો વીડિયો રેકોર્ડ કર્યો.

પોલીસે મેટલ ડિટેક્ટરની મદદથી પકડ્યો:
ઉમેદવારે તેના માથા પર વાળની ​​વિગ પેસ્ટ કરી હતી, જેમાં માઇક્રો-ઇયરફોન હાજર હતો. પોલીસે મેટલ ડિટેક્ટરની મદદથી ઉમેદવારને પકડી લીધો હતો. તે વ્યક્તિએ વાયરલેસ ઈયરફોન કાનમાં નાખ્યો, જે વાળને કારણે દેખાતો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *