હાલમાં કોરોના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે કોર્ટ બંધ કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ સુરતમાં આવેલ કોર્ટ કેમ્પસમાં વકીલોએ એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. વકીલોની કહેવું છે કે, છેલ્લા 10 મહિનામાં લોક ડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદ અનલોક લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી નેતાઓની રેલીઓ, નેતાઓના ચુંટણી પ્રચાર દરેક વાસ્તુ માટે છૂટ આપવામાં આવી છે.
વકીલ શ્રીએ આગળ જણાવતા કહ્યું કે, દરેક વસ્તુ શરુ કરવામાં આવી છે પરંતુ કોર્ટ શરુ કરવામાં આવી નથી. ફીઝીકલ કોર્ટ શરુ થાય અને જરૂરીયાતમંદ વકીલોને 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે તેવી માંગ સાથે સુરતમાં કોર્ટ કેમ્પસમાં વકીલોએ એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે મંજુરી વિના આ કાર્યક્રમ યોજતા વકીલોની પોલીસે અટકાયત કરી હતી.
કોર્ટ કેમ્પસમાં શરુ કરવામાં આવ્યા ધરણા
હાલમાં વધતા જતા કોરોનાના કારણે કોર્ટમાં ઓનલાઈનથી કામકાજ થઇ રહ્યું છે. ત્યારે ફિઝીકલી કોર્ટો શરુ થાય અને જરૂરીયાતમંદ વકીલોને બે લાખ રૂપિયાની લોન આપવાની માંગ સાથે સુરતમાં વકીલોએ એક દીવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમ કોર્ટ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો.
ઉપવાસના આ કાર્યક્રમની કોઈ મંજુરી લેવામાં આવી ન હતી. જેથી વિરોધ કરી રહેલા વકીલોની પોલીસે અટકાયત કરી હતી વિરોધ કરી રહેલા વકીલોએ જણાવ્યું હતું કે, આ અગાઉ પણ રજૂઆત કરાઈ હતી. પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી અને હજુ પણ જો માંગ પૂરી નહિ થાય તો આંદોલન કરાશે. આ વિરોધ પ્રદર્શનમાં વકીલોની પાંખી હાજરી પણ જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle