છેલ્લા કેટલાય દિવસથી ફરાર ‘રાણોં’ દેવાયત ખવડે સરેન્ડર કરી દીધું છે. મળતી માહિતી અનુસાર દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હજાર થયો છે. તમને જણાવી દઈએ કે, રાજકોટના સ્વેશ્વર ચોકમાં દેવાયત ખવડે મયુરસિંહ રાણા નામના યુવક પર તૂટી પડ્યો હતો. જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા દેવાયત વિવાદોમાં સપડાયો હતો. હુમલાનો શિકાર થયેલા મયૂરસિંહ રાણાએ ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરી હતી, જેને પગલે રાણાને પણ રેલો આવ્યો અને સીધો દોડતો દોડતો ક્રાઇમ બ્રાન્ચમાં હજાર થયો હતો.
અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે દેવાયત ખવડે સરેન્ડર કરી દીધું છે. પોલીસ પકડે નહીં એ માટે દેવાયતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પણ આ જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું પણ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં પોલીસે દેવાયતની ગુનાહિત કુંડળીનો ખોલી છે. સોગંદનામામાં સામે આવ્યું છે કે, દેવાયત સામે 3 જેટલા ગુના નોંધાયા છે.
વર્ષ 2015માં ચોટીલામાં મારામારીના ગુનામાં દેવાયત સામે IPC કલમ 325 હેઠળ કાર્યવાહી થઇ હતી, સાથે વર્ષ 2015માં મૂળી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2017માં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધાઈ હતી. જાણવા મળ્યું છે કે, દેવાયતે કરેલી આગોતરા જામીન અરજીની આવતીકાલે સુનાવણી થશે.
વિવાદમાં ફસાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) છેલ્લા 8 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે ‘રાણો રાણાની રીતે’ કહેનાર દેવાયત ખવાડ ક્યાં ફરાર થઇ ગયો હતો. અમે તમને જણાવી દઇએ કે, થોડાક દિવસો પહેલા રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો.
મહત્વનું છે કે, દેવાયત ખવડની ધરપકડ નહીં થતાં પીડિચ યુવકના પરિવારે પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી તેની ધરપકડ કરવામાં નથી આવતી. આ મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ગઈકાલે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચીને રજૂઆત કરવામાં આવી હતી. સમાજના લોકો દ્વારા 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. જો ધરપકડ નહીં થાય તો ધરણાં પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનના આગેવાનોએ કહ્યું હતું કે, આ મામલો સમાજનો નહીં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.