શું CAA ના સમર્થનને બદલે વિરોધમાં પહોંચ્યા દેવેન્દ્ર ફડનવીસ ? જાણો અહીં

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે નાગરિકતા સંશોધન સમર્થનમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચ્યા. પરંતુ ફોટા ટ્વિટ કરતાં તેમણે ભૂલથી “આઝાદ મેદાન પહોંચ્યા” તેમ લખી દીધું, પાછળથી ટ્વિટ પણ ડીલીટ કરી દીધું.

નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં પ્રદર્શન સ્થળે પહોંચીને દેવેન્દ્ર ફડણવીસે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત લોકો અને તિરંગા ઝંડા નો ફોટો ટ્વીટ કર્યો હતો. ફડણવીસે ટ્વિટ કરતાં લખ્યું કે,” મુંબઈના આઝાદ મેદાન પહોંચીને નાગરિકતા સંશોધન કાયદા ના સમર્થન માં આવેલા લોકોને સમર્થન આપ્યું! ” પરંતુ જ્યારે તેમને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો તો તેમણે ટ્વિટ ડીલીટ કરી દીધું.

શુક્રવાર મુંબઈમાં બે પ્રદર્શન હતા, એક આઝાદ મેદાનમાં હતું જે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હતું. જ્યારે બીજું પ્રદર્શન ઓગસ્ટ ક્રાંતિ મેદાન હતું જે આ કાયદાને સમર્થન આપતું હતું.

દેવેન્દ્ર ફડણવીસ એ કહ્યું કે આ કાયદો કોઈને નાગરિકતા છીનવી લેતો નથી. આ ઉપરાંત સીએએ પર શિવસેનાના મૌનને કારણે તેમના પર પણ નિશાન સાધ્યું. સંવિધાન સન્માન મંચ દ્વારા ઓગસ્ટ ક્રાંતિ મેદાન માં યોજવામાં આવેલ આ પ્રદર્શનમાં તેમણે કહ્યું કે,” આ કાયદો પાડોશી દેશમાંથી વિસ્થાપિત થયેલા લોકોના નાગરિકતા આપવા માટે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *