કહેવાય છે કે, ધર્મ ભક્તિનમાં જે લોકો માનતા હોય તે જ ધર્મપ્રેમી લોકો શ્રદ્ધામાં માનનારા પણ હોય છે. જયારે શ્રદ્ધા ભક્તિ સાથે પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે શ્રદ્ધાળુઓ દેવી-દેવતાઓ પર પુરી શ્રદ્ધા સાથે કોઈના કોઈ માનતાં રાખતા હોય છે અને તેઓની માનતાં પૂર્ણ થતા મનમાં સંકલ્પ કરેલો પ્રસાદ દેવી દેવતાને અર્પણ કરી પોતાની માનતાં પૂર્ણ કરતા હોય છે.
પાટણના શ્રદ્ધાળુ એવાં દિનેશ મકવાણાએ પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પાટણ નજીક આવેલા ધારપુરના સધી માતાજીના મંદિરે માનતાં રાખી હતી. માનતા પૂર્ણ થતા મંગળવારના પવિત્ર દિવસે તેઓ સધી માતાજી મંદિર પરિસર ખાતે શ્રીફળ ચડાવતાં તેઓ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા કારણ કે, તેમના દ્વારા સધી માતાજીને શ્રીફળ વધેરતા અંદરથી હંસ આકારનો ભાગ નીકળ્યો હતો.
ધાર્મિક આસ્થા અને ભક્તિ સાથેની દિનેશ મકવાણાની માતાજી સમક્ષ માનેલી માનતાં પૂર્ણ થતાં અને સધી માતાજીના મંદિરે વધેરવામાં આવેલા શ્રીફળનો અંદરનો ભાગ હંસ આકાર જેવો નીકળતાં મંદિર પરિસર ખાતે ઉપસ્થિત અન્ય ભક્તો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. મંદિર પરિસરમાં હાજર ભક્તો પણ માતાજી સાથે શ્રીફળના દર્શન કરી ધન્ય થઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.