Heavy Rain In Saurashtra Latest News: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમા હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ (Heavy Rain In Saurashtra Latest News) પડી રહ્યો છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.
ગીર સોમનાથમાં વરસાદ
ગીર સોમનાથના દરિયાપટ્ટીના ગામોમાં વરસાદી માહોલ જામી ચુક્યો છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામી ચુક્યો છે.જો કે, આ કમોસમી વરસાદની પગલે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. બીજી બાજુ કમોસમી મુસીબતની આગાહીને લઈ પાક નુકસાનની ચિંતા વધી રહી છે.
આ જિલ્લામાં વરસાદની આગાહી
આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે
વાતાવરણમાં પલટો
કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનનો પલટો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. તો બીજી બાજુ માર્કેટયાર્ડમાં તમામ અનાજ અને માલ સામાન યોગ્ય જગ્યા મુકવામાં આવ્યું છે.
બોટાદ ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ શરૂ થઈ ચુક્યો છે. અહીં કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ઢસા,પાટણા, પીપરડી, ગુંદાળાં, પડવદર, સમઢીયાળા, ચિરોડા, સાજણાવદર, અડતાળા, લાખણકા, રણીયાળા અને ઈગોરાળા ગામે કમોસમી વરસાદ પડ્યો છે.
ગિરનાર પરિક્રમામાં વરસાદથી લોકોને હાલાકી
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે હવએ ગિરનાર પરિક્રમા દરમિયાન લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. હજુ પણ 2થી 3 લાખ લોકો છે પરિક્રમા રૂટ પર છે. મહત્વનું છે કે, રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાંભા તેમજ ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
મહત્વનું છે કે, વહેલી સવારથી ખાંભા પંથક, સાવરકુંડલા તથા ખાંભા શહેરમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જાફરાબાદના દરિયા કિનારાના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ તો ખાંભા, ગીરના ધુંધવાના, ભાડ ગામમાં કમોસમી વરસાદ તો નાનુડી, પીપળવા, ખડાધાર ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ તરફ હવે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube