ચારેય કોર મોંઘવારીનો માર! તેલ-દૂધ બાદ હવે દાળના ભાવ પહોંચ્યા આસમાને- જાણો કેટલો થયો વધારો

ગુજરાત(Gujarat): ભારત એક કૃષિપ્રધાન દેશ છે છતાં ખેતપેદાશોમાં મોંઘવારી(Inflation) વધી રહી છે. દેશની અર્થવ્યવસ્થા(Economy) કોરોના મહામારી પછી સરખી પાટા પર આવવા લાગી છે ત્યારે જીવન…

ગુજરાત(Gujarat): ભારત એક કૃષિપ્રધાન દેશ છે છતાં ખેતપેદાશોમાં મોંઘવારી(Inflation) વધી રહી છે. દેશની અર્થવ્યવસ્થા(Economy) કોરોના મહામારી પછી સરખી પાટા પર આવવા લાગી છે ત્યારે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે. દરરોજ અલગ અલગ વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. તેમાંથી રસોડામાં બનતા દાળ અને કઠોળ હવે મોંઘા(Increase price of dal) થઈ રહ્યા છે.

છેલ્લા એક મહિનામાં જ કઠોળના ભાવમાં 16 ટકાનો જંગી વધારો થયો છે. આ ભાવ વધારાના ઘણા બધા કારણો છે. શાળાઓ, કોલેજો અને હોસ્ટેલ શરૂ થવાની સાથે-સાથે પ્રવાસન વધવાથી હોટલ અને રેસ્ટોરન્ટમાં દાળની માંગ વધી છે. તે જ સમયે, કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

એક મહિનામાં દાળના ભાવમાં 16 ટકાનો વધારો થયો છે. દાળની માંગ સામે ઉત્પાદનમાં ઘટાડો લોકોને ખુબ જ નદી રહ્યો. 15 રૂપિયાના વધારા સાથે દાળની કિંમત 125 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તો તુવેર, અડદના વાવેતરમાં 25 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. કઠોળ ઉત્પાદકો કપાસની ખેતી તરફ વળ્યા છે કારણ કે કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે.

CNG ઝીંકાયો મોટો વધારો:
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારા બાદ હવે CNGના ભાવમાં વધારો થયો છે. જેમાં ગુજરાત ગેસે CNGના ભાવમાં 6.45નો વધારો કર્યો છે. તેમજ નવા ભાવ વધારા બાદ ભાવ 76.98 રૂપિયા થઈ ગયો છે. CNGનો જૂનો ભાવ 70.53 હતો જે વધીને 76.98 થયો છે. આ ઉપરાંત 1 એપ્રિલે અદાણી ગેસે પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કર્યો હતો. CNGના વધતા ભાવે મોટા ભાગના રિક્ષાચાલકોને એક ઝટકો આપ્યો છે. જ્યારે CNG મોટાભાગે રિક્ષામાં વપરાય છે. CNGના ભાવમાં વધારાને કારણે રિક્ષાનું ભાડું પણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *