હાલમાં જ ઝારખંડ (Jharkhand) ના ધનબાદ (Dhanbag) માં કોલસાની ખાણકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. જાણવા મળ્યું છે કે મંગળવારે, નિરસા બ્લોકના ECL મુગ્મા વિસ્તારમાં 20 ફૂટની ઊંચાઈએથી પડતા 13 લોકોના મોત થયા હતા, જ્યારે એક ડઝનથી વધુ લોકો તેમાં દટાયા હોવાની આશંકા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, કેટલાક લોકોને તાતકાલીક બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ઘાયલોને ત્યાંના ખાનગી નર્સિંગ હોમમાં સારવાર આપવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરરોજની જેમ મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો અને બાળકો સહિત અનેક લોકો ગેરકાયદેસર ખનન કરવા માટે આઉટસોર્સિંગ પર આવ્યા હતા. ત્યાં ECL મેનેજમેન્ટ દ્વારા ટ્રેન્ચ કટીંગ કરવામાં આવ્યું હતું.
ઘટનાની માહિતી મળ્યા બાદ ધનબાદની નિરસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી. જે બાદ કોલસામાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબી મશીન વડે ખોદકામ કરવામાં આવ્યું હતું. અહીં આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં જ લોકો મોટી સંખ્યામાં આઉટસોર્સિંગ માટે એકઠા થઈ ગયા હતા.
આ અંગે પોલીસ અને ECL મેનેજમેન્ટનું કહેવું છે કે આ અકસ્માતની તપાસ ચાલુ જ છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર- આ અકસ્માત કપાસડા આઉટસોર્સિંગમાં થયો હતો, જ્યાં ગેરકાયદેસર ખોદકામ માટે સવારે 7 વાગ્યાની આસપાસ લોકો એકઠા થયા હતા, પરંતુ ત્યાં પણ અડધા કલાક પછી તેઓ નીચે પડી ગયા હતા. જેમાં મુગ્મા વિસ્તારના ત્રણ લોકોના મોત થયા હતા.
ત્રીજી ઘટના BCCL CV વિસ્તારની છે જ્યાં ગેરકાયદે કોલસાની ખાણકામ દરમિયાન ત્રણ લોકોના દુ:ખદ મૃત્યુ થયા હતા. જેમાં અનેક મહિલાઓ દબાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામ લોકો દિલાબારીના હોવાનું કહેવાય છે. ધનબાદ પોલીસનું કહેવું છે કે આ ઘટના બની છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ ગેરકાયદેસર ખાણમાં દટાયેલા લોકો વિશે કોઈ માહિતી બહાર આવી નથી.
આ ઘટનાને આધારે પૂર્વ ધારાસભ્યન એ જણાવ્યું કે, ઝારખંડના વડાના ઈશારે ધનબાદમાં જિલ્લા વહીવટીતંત્ર કોલસાની ચોરી કરી રહી છે અને ગેરકાયદેસર ખાણકામમાં દરરોજ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે અલગ-અલગ જગ્યાએ લગભગ 20 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 12થી પણ વધુ લોકો દટાયા હોવાની આશંકા જણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.