એક સમયે ઝૂંપડપટ્ટીમાં રહી, રસ્તા પર સુતી તેમ છતાં ક્યારેય હિંમત ન હારી- આ દીકરીની સંઘર્ષની કહાની સાંભળી રુવાડા બેઠા થઇ જશે

ઊંઘમાં જે સપના આવે એ સાચા થાય કે ન થાય પરંતુ, જે સપના તમને ઊંઘવા જ ન દે એ સપના જરૂર સાચા થાય છે. આ…

ઊંઘમાં જે સપના આવે એ સાચા થાય કે ન થાય પરંતુ, જે સપના તમને ઊંઘવા જ ન દે એ સપના જરૂર સાચા થાય છે. આ મહિલાની વાર્તા તેનો પુરાવો છે. સખત મહેનત અને સમર્પણથી વ્યક્તિ પોતાનું ભાગ્ય પણ બદલી શકે છે. જીવન હંમેશા સરખું નથી હોતું. ટ્વિટર પર પોતાની સ્ટોરી શેર કરતાં એક મહિલાએ જણાવ્યું કે તેની પાસે ક્યારેય કોમ્પ્યુટર ખરીદવાના પૈસા નહોતા અને આજે તે વિશ્વની ટોચની ટેક કંપનીમાં કામ કરે છે.

આ મહિલાનું નામ શાહીના અત્તરવાલા છે, જે હાલમાં માઈક્રોસોફ્ટમાં પ્રોડક્ટ ડિઝાઈન મેનેજર છે. પરંતુ જીવન હંમેશા સરખું નહોતું. ટ્વિટર પર તેણે પોતાના સંઘર્ષભર્યા જીવન વિશે લખ્યું છે કે, એક સમયે તે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી અને આજે તે મુંબઈમાં એક મોટા એપાર્ટમેન્ટમાં રહે છે.

નેટફ્લિક્સ સીરિઝમાં શાહીનાએ તેનું જૂનું ઘર જોયું અને ટ્વિટર પર તેના ભૂતકાળના જીવન વિશે જણાવ્યું. મુંબઈની એક ઝૂંપડપટ્ટી બતાવવામાં આવી હતી. શાહીના કહે છે કે, ‘મેં 2015 માં એકલા રહેવાનું શરૂ કર્યું અને તે પહેલા હું આ ઝૂંપડપટ્ટીમાં જ મોટી થઇ હતી. અત્યારે તો ત્યાં શૌચાલયની વધુ સારી સુવિધા પણ દેખાઈ રહી છે, પહેલા તે પણ ન હતી.

શાહીના જણાવે છે કે, 2021 માં મારો પરિવાર એવા ઘરમાં રહેવા ગયો જ્યાં ખુલ્લું આકાશ અને આખુ શહેર દેખાય છે. અત્યારે અમારું આ ઘર હરિયાળી અને પક્ષીઓથી ઘેરાયેલું રહે છે. મારા પિતા રેકડી ચાલવાનું કામ કરતા હતા, અમે રસ્તા પર સૂતા હતા અને હવે હું એવું જીવન જીવી રહી છું જેનું હું સપનામાં પણ વિચારી શકતી નથી. જીવનમાં નસીબ અને મહેનત ખૂબ મહત્વ ધરાવે છે. ટીવી ચેનલ સાથેની વાતચીતમાં શાહીનાએ જણાવ્યું કે તે દરગા ગલીમાં રહેતી હતી. આ ઝૂંપડપટ્ટી બાંદ્રા રેલવે સ્ટેશન પાસે હતી. તેના પિતા ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા અને તેલ વેચતા હતા. શાહીનાએ જણાવ્યું કે ઝૂંપડપટ્ટીમાં જીવન ખૂબ જ મુશ્કેલ હતું. તેમને ત્યાં ભેદભાવ, છેડતી જેવી તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

શાહીના કહે છે કે, ’15 વર્ષની ઉંમરે પહોંચીને, મેં મારી આસપાસ ઘણી લાચાર, નિર્ભર મહિલાઓ જોઈ. તેઓને પોતાનું જીવન જીવવાની કે પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા નહોતી. હું તેને મારા ભાગ્ય તરીકે સ્વીકારી શકી નહોતી’. મળતી માહિતી અનુસાર કોમ્પ્યુટર પહેલીવાર જોયા પછી શાહિના ખૂબ જ ઉત્સુક બની ગઈ. શાહીનાને લાગ્યું કે કોમ્પ્યુટરની સામે બેસનારાઓને જીવનમાં ઘણી તકો મળે છે. તેણે તેના પિતાને કોમ્પ્યુટર ક્લાસમાં એડમિશન લેવા સમજાવ્યા. તેના પિતાએ લોન લઈને એડમિશન કરાવ્યું હતું.

શાહિના બપોરનું ભોજન પણ કરતી ન હતી અને પગપાળા ઘરે આવતી હતી જેથી તે કમ્પ્યુટર ખરીદવા માટે પૈસા બચાવી શકે. પહેલા તેણે પ્રોગ્રામિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું અને પછી ડિઝાઇનમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો. વર્ષોની મહેનત પછી આખરે તેમનો પરિવાર મુંબઈમાં એક સરસ ઘરમાં શિફ્ટ થયો. શાહીનાએ દરેક યુવતીઓને સંદેશો આપ્યો છે કે શિક્ષણ, કૌશલ્ય, કારકિર્દી માટે જે કરવું પડે તે જરૂરથી કરજો. આનાથી તમારૂ આખું જીવન બદલાય જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *