શુક્રવારે આવકવેરા વિભાગે દામોહમાં દારૂના વેપારી શંકર રાય અને તેમના પરિવારના ઘર અને મિલકતો પર દરોડા પાડીને 8 કરોડ રૂપિયા રોકડા અને 3 કિલો સોનું જપ્ત કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ નોટો ભૂગર્ભ પાણીની ટાંકીમાં રાખવામાં આવેલી બેગમાં છુપાવેલી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં આઈટી વિભાગના અધિકારીઓ હેર ડ્રાયરની મદદથી નોટો સૂકવતા જોવા મળે છે.
પાણી માંથી 1 કરોડની રોકડ ભરેલી બેગ મળી
ઈન્કમ ટેક્સના દરોડાની આગેવાની કરનાર જબલપુરના ઈન્કમ ટેક્સના જોઈન્ટ કમિશનર મુનમુન શર્માએ જણાવ્યું હતું કે, “આવકવેરા વિભાગે રાય પરિવાર પાસેથી રૂ. 8 કરોડ રોકડા જપ્ત કર્યા છે, જેમાં પાણીના કન્ટેનરમાં રૂ. 1 કરોડની રોકડવાળી બેગ પણ મળી આવી હતી. આ ઉપરાંત ત્રણ કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે.
Cash was stashed in an underground tank, hair dryers and clothes iron were used by IT dept sleuths to dry up the cash @ndtv @ndtvindia pic.twitter.com/gKq1lXS3km
— Anurag Dwary (@Anurag_Dwary) January 8, 2022
ઓપરેશન પૂરું થયા પછી, જોઈન્ટ કમિશનર મુનમુન શર્માએ જણાવ્યું હતું કે, “આ રેડ પૂરી થઈ ગઈ છે અને રાય પરિવાર પાસેથી જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે તપાસ ચાલુ રહેશે, જે ભોપાલમાં કરવામાં આવશે.” તેમણે ઉમેરતા કહ્યું, ‘વિભાગ હવે જપ્ત કરાયેલા દસ્તાવેજો અને બેનામી સંપત્તિની તપાસ કરશે. તેથી, આપણે અંતિમ આંકડાની રાહ જોવી પડશે.
ટેક્સ અધિકારીઓએ 39 કલાક સુધી ચાલી રેડ
ગુરુવારે સવારે 6 વાગ્યે શરૂ થયેલી રેડ 39 કલાક સુધી ચાલી હતી. ટેક્સ અધિકારીઓએ શંકર રાયના પરિવારના દસથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઉદ્યોગપતિ શંકર રાય કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ છે,
જ્યારે તેમના ભાઈ કમલ રાય ભાજપના નેતા છે જે પાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. મુનમુમ શર્માએ કહ્યું, “દારૂના વ્યવસાય ઉપરાંત, રાય પરિવાર પાસે ટ્રાન્સપોર્ટેશન, હોટલ, બાર અને પેટ્રોલ પંપની સાથે પૈસા ઉધાર આપવાનો પણ બિઝનેસ છે.” હેર ડ્રાયર વડે નોટો સૂકવતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.