અંગ-દાનવીર કર્ણ બન્યો સુરતનો ધાર્મિક- બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ થનાર વ્યક્તિના લાગણીભર્યા શબ્દો સાંભળીને તમે પણ થશો ભાવુક

ગુજરાત(Gujarat): થોડા સમય પહેલા સુરત(Surat)ના ધાર્મિક કાકડીયા(Dharmik kakadiya)નું નિધન થતા બંને હાથો સહિત શરીરના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. કાકડિયા પરિવારના સ્વર્ગવાસ…

ગુજરાત(Gujarat): થોડા સમય પહેલા સુરત(Surat)ના ધાર્મિક કાકડીયા(Dharmik kakadiya)નું નિધન થતા બંને હાથો સહિત શરીરના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. કાકડિયા પરિવારના સ્વર્ગવાસ થયેલ આ ધાર્મિક કાકડીયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ(Successful transplant of both hands) મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં એક યુવકને કરવામાં આવ્યું હતું. આ યુવાને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક તેમજ પ્રમુખ નિલેશ માંડલેવાલા તને ડોનેટ લાઈફની ટીમ સાથે મુલાકાત કરી હતી. પોતાના પરિવાર સાથે આવેલા યુવકે તેમને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ઢેર સારી શુભકામનાઓ પાઠવી હતી.

હાથના ટ્રાન્સપ્લાન્ટ બાદ તો આ યુવાને જાણે પોતાને નવજીવન મળ્યું હોય તેવી લાગણીનો અનુભવ કરી રહ્યો હતો. એક સમયે નિ:સાહસ, લાચારી, મજબૂર, નાસીપાસ અને હારી ગયેલ આ યુવાન ઓપરેશન પછી પોતાનું નવું જીવન જીવવા ખૂબ જ ખુબ જ ખુશખુશાલ જણાઈ રહ્યો હતો. ડોનેટ લાઈફની ટીમ સાથે વાત કરતા આ યુવાને જણાવતા કહ્યું હતું કે, પરિવારના આ નિર્ણય થકી મને આજે નવા હાથ મળ્યા છે અને મારા નવજીવનની શરૂઆત થઇ છે. હું ધાર્મિક ના માતા પિતા અને તેમના પરિવારનો દિલથી ખૂબ જ આભાર માનું છું.

વધુમાં આ યુવાને ધાર્મિકના માતા-પિતાને જણાવતા કહ્યું હતું કે, તમારો ધાર્મિક મારા હાથ થકી હંમેશા મારી સાથે જીવી રહ્યો છે અને હું પણ ધાર્મિક ના હાથ વડે, સત્કાર્યો કરી સમાજમાં અંગદાન માટે લોકો પ્રત્યે જાગૃતિ ફેલાવીશ.

વધુમાં આ યુવાને ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર માનતા જણાવ્યું હતું કે, ‘તમે સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરો છો તેને કારણે મારા જેવા અનેક દર્દીઓને નવજીવન આપવા માટેનું આપ એક માધ્યમ છો. આજ રીતે અંગદાન કરાવીને વધુને વધુ અંગ વિનાના દર્દીઓને નવજીવન આપતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *