હાલમાં જ પોતાના નિવેદનો અને કહેવાતા ચમત્કારો બતાવવાના દાવાઓને કારણે ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી(Dhirendra Shastri)એ ફરી એકવાર નેતાજી સુભાષ ચંદ્રની જન્મજયંતિ પર વિવાદાસ્પદ નિવેદન કરીને હલચલ મચાવી દીધી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનું સૂત્ર હતું ‘તુમ મુજે ખુન દો મેં તુમ્હે આઝાદી દુંગા’ હવે મારું પણ એવું જ સૂત્ર છે ‘તમે અમને સાથ આપો, અમે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.’ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું. લોકોને આ સૂત્ર દેશભરમાં ફેલાવવા માટે એક થવું જોઈએ.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું ,કે માત્ર બાગેશ્વર ધામ પર જ આરોપો લગાવવામાં આવ્યા નથી, આ એક રીતે સમગ્ર હિંદુ ધર્મ પર આંગળી ઉઠાવવા જેવી વાત છે. એટલા માટે ભારતના લોકોએ ઘરની બહાર આવીને આનો જવાબ આપવો પડશે. આ પછી પણ જેઓ આગળ નહીં આવે તો તેઓ કાયર ગણાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ લોકોને મોબાઈલ દ્વારા આ સ્લોગન આખા દેશમાં પહોંચાડવા અપીલ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ દેશમાં એવો કોઈ મહાપુરુષ નહોતો કે જેના પર કોઈ આરોપ ન હોય. મીરાં હોય, રૈદાસ હોય, કબીર હોય કે તુલસીદાસ હોય, બધાની આકરી કસોટી થઇ હતી.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે લોકો મને પૂછતા હતા કે બાબા શું ચમત્કાર કરે છે. હું આ વ્યાસપીઠમાંથી આવા તમામ લોકોને કહેવા માંગુ છું કે સૌથી મોટો ચમત્કાર એ થયો છે કે આજે આખા દેશના હિંદુઓ એક થઈ ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જો કોઈને બીજો ચમત્કાર જોવો હોય તો બાગેશ્વર ધામ સરકારના દરબારમાં આવે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈની અંદર સનાતની હિંદુનું એક ટીપું પણ હોય તો તેને સમર્થન આપવું જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ ક્યારેય નેતા નહીં બને, ક્યારેય પોતાનો કોઈ પક્ષ બનાવશે નહીં અને ક્યારેય કોઈ રાજકીય પક્ષ સાથે જોડાશે નહી.
હકીકતમાં, સમગ્ર વિવાદ નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુરની મેલીવિદ્યા વિરોધી નિયમો જનજાગૃતિ પ્રચાર પ્રસાર સમિતિના સહ-અધ્યક્ષ શ્યામ માનવના નિવેદન બાદ શરૂ થયો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં નાગપુરની મુલાકાત લીધી હતી. ત્યાં તેણે પોતાનો દૈવી દરબાર સ્થાપ્યો. જોકે રામ કથા પૂરી થયાના બે દિવસ પહેલા જ નીકળી ગયા હતા. આના પર સમિતિએ અંધ શ્રદ્ધા અને ભય ફેલાવવાનો દરબાર ગણાવ્યો હતો. તેમજ ભક્તોની સમસ્યાઓ અને તેમના વિશે કરવામાં આવેલા દાવાઓને સાબિત કરવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.