હેડલાઇન્સ (headlines) માં રહેતા મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના છતરપુર (Chhatarpur) સ્થિત બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) વિશે જાણવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. લોકો તેમના લગ્ન વિશે પણ જાણવા માંગે છે ત્યારે સોશિયલ મીડિયા પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને પ્રખ્યાત વાર્તાકાર જયા કિશોરી (Jaya Kishori) ના નામ જોડવામાં આવી રહ્યા છે. બંનેના ભાવિ લગ્નની અફવાઓ સોશિયલ મીડિયામાં વહેતી થઈ રહી છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ તમામ અફવાઓને ફગાવી દીધી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જયા કિશોરી સાથે નામ જોડવા અંગે વિગતવાર વાત કરી છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેમનું નામ કોઈની સાથે જોડવું જોઈએ નહીં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જયા કિશોરીને પોતાની બહેન ગણાવતા કહું કે, બંનેએ ક્યારેય વાત કરી નથી.
જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે શું જયા કિશોરી અને ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યારેય વાર્તામાં સાથે આવ્યા છે? ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે, અમે ક્યારેય મળ્યા જ નથી. તેમણે એમ પણ કહ્યું કે આ માત્ર ટીઆરપી વધારવાનો એક રસ્તો છે.
લોકોને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન વિશે જાણવામાં ખૂબ જ રસ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્ન સંબંધિત સવાલ જવાબ પર જવાબ આપતા કહ્યું કે, તે ચોક્કસપણે લગ્ન કરશે અને પારિવારિક પરંપરામાં જશે, તેમાં કશું ખોટું નથી.
અમને આજે પડકાર માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને અમે એમાં પાસ થયા હતા. ફરી એક નવો પડકાર હવે તેઓ ઉભો કરશે. તેણે એમ પણ કહ્યું કે, સાધુને પછાડવાના બે રસ્તા છે. એક પૈસા અને બીજી સ્ત્રી. અમે પૈસાતો લેતા નથી અને મહિલાઓ માટે પણ ટારગેટ નહીં કરાય તેને પણ હું લગ્ન કરીને ખતમ કરી દઈશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.