સુરત: પોતાના 14 વર્ષીય દીકરાનો જન્મદિન યાદગાર બનાવી રાખવા માટે પિતાએ કર્યું એવું કાર્ય કે, જાણીને ગર્વ થશે   

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. દર વર્ષે આવતા તમામ વ્યક્તિઓ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ આ મહામારીને ધ્યાનમાં લઈ આ વર્ષે તમામ લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે.

સુરત શહેરમાંથી વૃક્ષો ગાયબ થઈ રહ્યા છે ત્યારે કેટલાક જાગૃત લોકો વૃક્ષોની અગત્યતા સમજીને નવી પહેલ કરી રહ્યાં છે. જેમાં ડાયમંડનાં બ્રોકરેજની સાથે સંબંધિત વેપારીએ પોતાના દીકરાનાં 14માં જન્મદિન પર કુલ 14 વૃક્ષોનું રોપણ કરીને અનોખી રીતે બર્થ ડેની ઉજવણી કરી છે.

PM નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગ્રીન આર્મી ગ્રુપના સભ્યો પરિવારના સુખદ તેમજ દુઃખદ પ્રસંગોમાં વૃક્ષો રોપીને એનું જતન કરવાનો સંકલ્પ લે છે. વૃક્ષના રોપણ બાદ એના સ્ત્રોતનું પારાણય કરી નિયમિત રીતે વૃક્ષનું જતન કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જેને લીધે શહેરને ઓક્સિજન આપવાનું કાર્ય કરતાં વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાય. આની સાથે જ શહેરને ગ્રીન સિટી બનાવીને લોકોના સ્વાસ્થ્ય તથા તંદુરસ્તીમાં વધારો કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

જન્મદિન પર ગ્રીન સિટીની સાથે જોડવા પ્રયત્ન :
ભરતભાઇ ધનજીભાઈ વાવડીયાએ જણાવતાં કહ્યું હતું કે, તેઓ મૂળ અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકામાં આવેલ નવાણિયા ગામના વતની છે. આની સાથે જ તેઓ વર્ષોથી સુરતમાં ડાયમંડ બ્રોકરેજના વ્યવસાયની સાથે સંકળાયેલા છે.

આજે એમના નાના દીકરા લકીનો 14મો જન્મદિન હતો. આ દિવસને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું. આટલું જ નહીં પરંતુ આજના આ શુભદિને કુલ 14 વૃક્ષોની રોપણી કરીને આ દિવસને ગ્રીન સિટીની સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સામાજિક પ્રસંગોની સાથે વૃક્ષારોપણને જોડી શકાય :
ભરતભાઈએ જણાવતા કહ્યું હતું કે,હાલમાં એમનો નાનો દીકરો એટલે કે, બર્થ ડે બોય લકી ધોરણ-9 માં અભ્યાસ કરી રહ્યો છે. તેઓ છેલ્લા કુલ 5 વર્ષથી બાળકોમાં વૃક્ષારોપણની અગત્યતા સમજાવતા આવ્યા છે. માત્ર 4 વર્ષમાં કુલ 400 થી વધારે વૃક્ષ પોતાના વતન અમરેલીના નવાણિયા ગામમાં વાવી ચુક્યા છે.  આની સાથે જ છેલ્લા 2 વર્ષથી સુરતમાં પણ ગ્રીન આર્મી ગ્રુપની સાથે સુરત મેં ગ્રીન બેલ્ટ બનાવવા કામ કરી રહ્યા છે.

આજે દીકરાના જન્મદિન પર આખા પરિવાર તથા ગ્રીન આર્મી ગ્રુપના સભ્યોની સાથે મોટા વરાછા વિસ્તારમાં આવેલ ડી-માર્ટ તથા પાલિકાના તરણકુંડ વચ્ચે કુલ 14 વૃક્ષની રોપણી કરીને આજના દિવસને યાદગાર તથા અનોખો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હું હાલમાં પણ મારા બધા જ મિત્રો તેમજ લોકોને એક જ સંદેશો આપું છું કે, કોઈપણ અવસર હોય બસ એને આપણા સુરતના ગ્રીન બેલ્ટની સાથે જોડી વૃક્ષનું વાવેતર કરવાથી જ આગામી પેઢીને કુદરતી ઓક્સિજન મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *