મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈ ઘરે બેઠાં શરુ કર્યો પોતાનો બીઝનેસ, એક જ વર્ષમાં કરી લાખોની કમાણી 

કોરોના વચ્ચે કેટલાક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. નોકરી ગુમાવેલ લોકોમાંથી કેટલાક લોકો પોતાનો બીઝનેસ શરુ કરીને કમાણી પણ કરવા લાગ્યા ચે. હાલમાં પણ આવી જ એક જાણકારી જયપુરમાંથી સામે આવી રહી છે. જયપુરમાં રહેતા અમિત કુમાર પારીકની પાસે કોઈ કામ ન હતું.

દિવસ-રાત એક જ વાત વિચારતો હતો કે, એવું તો શું કરીએ કે ઘરમાં બે પૈસાની કમાણી થાય. પાસે જ પવન પારીકની દુકાન આવેલી હતી. એમની દુકાનમાં મસાલાના પેકેટ્સ આવતાં હતાં. એને જોઈ અમિતે ઘણીવાર પવનને જણાવતા કહ્યું હતું કે, યાર હું આનું માર્કેટિંગનું કામની શરૂઆત કરી લઉં.

તેઓ યુટ્યૂબ પર પણ બિઝનેસના વિવિધ આઈડિયા શોધતા રહેતા હતા. એક દિવસ એને કામકાજી ડોટકોમ નામની એક યુટ્યૂબ ચેનલ પરથી મસાલા પેકિંગ કઈ રીતે થાય છે એની માહિતી મળી. અમિતે ચેનલમાં આપવામાં આવેલ નંબર પર કોલ કર્યો તો એમણે અમિતને કન્સલ્ટેશન આપવાની સાથે એમને જયપુરના કુલ 2 લોકોના નંબર આપ્યા, જે બ્લિસ્ટર પેકિંગ મશીનની સપ્લાઇ કરતા હતા.

અમિત એમની પાસે પહોંચી ગયો. એમણે જણાવટા કહ્યું કે, આ મશીન કુલ 65,000 રૂપિયાનું છે. માત્ર 1 કલાકમાં કુલ 150 પીસ તૈયાર કરે છે. હવે પ્રશ્ન એ રહેતો હતો કે, અમિતની પાસે ફક્ત 10,000 રૂપિયા જ હતા તથા મશીન કુલ 65,000 રૂપિયાનું હતું.

એમણે પોતાના સંબંધીઓ તથા અમુક મિત્રોની પાસેથી ઉછીના રૂપિયા લીધા તેમજ મશીનની ખરીદી કરી લીધી. મશીનની સાથે કમ્પ્રેશર પણ આવ્યું હતું. હવે પેકિંગ મટીરિયલ ખરીદવાનું હતું, જેમાં બ્લિસ્ટર (જેમાં મટીરિયલ ભરવાનું હતું) તથા એને પેક કરવા માટે એક પેપરની જરૂર પડતી હતી. અમિતે નક્કી કર્યું કે, તે પોતાના દીકરાના નામથી પેપર પ્રિન્ટ કરાવશે.

એક પેપરની પ્રિન્ટિંગનો ખર્ચ કુલ 2.55 રૂપિયા થતો હતો. એક બ્લિસ્ટર શીટની કિંમત માત્ર 4 રૂપિયા હતી. અહીં પણ ત્યારે મુશ્કેલી પડી જ્યારે મેન્યુફેક્ચર્સે જણાવતા કહ્યું હતું કે ઓછામાં ઓછા કુલ 4,000 પીસનો ઓર્ડર આપવો જ પડશે ત્યારે જ કામ કરી શકીશું.

આનાથી ઓછા ઓર્ડરમાં મશીન ચલાવવાનું મોંઘું પડે છે. અમિતે ફરીથી કેટલાક લોકો પાસેથી નાણાકીય મદદ માંગી. બધું મટીરિયલ ખરીદવામાં કુલ 35,000 રૂપિયાનો ખર્ચો થયો હતો. આ રીતે કામ શરૂ થતાં પહેલાં જ અંદાજે 95,000 રૂપિયાનું રોકાણ થઈ ગયું હતું.

પ્રોડક્ટ વેચવા માટે માર્કેટમાં જવું પડતું નથી :
ખાસ વાત તો એ હતી કે, તેઓ ક્યારેય પણ પોતાની પ્રોડક્ટસને વેચવા માટે માર્કેટમાં નથી ગયા પરંતુ તેમણે આજુબાજુમાં જણાવી દીધું હતું કે, મારી પાસે આ પ્રોડક્ટસ તૈયાર છે, કોઈને માર્કેટિંગ કરવું હોય તો તેઓ જણાવે. શરૂઆતમાં માત્ર એક-બે સેલ્સમેન આવ્યા.

એમની સાથે એવી ડીલ થઈ કે, એક પેકેટ પર કુલ 10 રૂપિયા કમિશન મળશે. અમિત જણાવતા કહે છે કે, મેં પેકેટ એ રીતે તૈયાર કર્યા હતા કે, 7 રૂપિયાનો ફાયદો મને મળે તેમજ કુલ 10 રૂપિયા ડોર ટુ ડોર જઈને પ્રોડક્ટ વેચનાર સેલ્સમેનને મળે.

શરૂઆતના કુલ 2-3 મહિના સુધી માત્ર 125 જેટલા પેકેટ જ વેચાતાં હતાં, ત્યારબાદ ધીરે-ધીરે વેચાણમાં વધારો થયો. લોકડાઉનમાં તો ખુબ કામ મળ્યું. પેકેટની સંખ્યા કુલ 400 સુધી પહોંચી ગઈ હતી પરંતુ હાલમાં કામકાજ ડાઉન છે. માત્ર 100 જેટલા પેકેટ વેચાઈ રહ્યાં છે.

અમિત જણાવતા કહે છે, છેલ્લા દોઢ વર્ષમાં સરેરાશ કમાણીની વાત કરીએ તો મહિને કુલ 45,000 રૂપિયાની કમાણી થઈ છે. અમિતે હવે વાસણ સાફ કરવાનું સ્ક્રબ બનાવવાનું મશીન પણ ખરીદી લીધું છે, જે કુલ 3.5 લાખ રૂપિયામાં આવ્યું છે. આ મશીનમાં સ્ક્રબ તૈયાર કરવામાં આવશે. એનું પેકિંગ પણ મસાલાવાળા મશીનથી જ થઈ જાય છે.

જેમની પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા એમને પાછા પણ આપી દીધા છે. હવે મારી પાસે પોતાની મશીન છે. ઘરથી કામ કરું છું. સ્ક્રબનું કામ એક મહીના પહેલાં જ શરૂ થયું છે, હવે મટીરિયલ બજારમાં જશે ત્યારે એનો રિસ્પોન્સ કેવો મળે છે એની જાણ થશે.

તેઓ જણાવતા કહે છે કે, મસાલા પેકિંગનું કામ સવારે માત્ર 2 કલાકમાં જ પૂરૂ કરી દઉં છું. માત્ર 1 કલાકમાં કુલ 125 પેકેટ તૈયાર થઈ જાય છે, ત્યારબાદ સેલ્સમેન એને ઘરથી જ લઈ જાય છે, બાકીનો ટાઈમ બિઝનેસને કઈ રીતે આગળ વધારવો એના પ્રયત્નોમાં વ્યસ્ત રહું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *