ફરી એકવાર સમગ્ર દેશભરમાં વાગ્યો સુરતનો ડંકો, 100 સ્માર્ટ સિટીઝમાં સુરત સૌથી મોખરે

હાલમાં જ સુરત(Surat) માટે ખુબ જ ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ડાયમંડ સીટી(Diamond City) તરીકે ઓળખાતું સુરત ફરી એકવાર દેશનું નંબર વન સ્માર્ટ સિટી(The country’s number one smart city) બન્યું છે. ભારત સરકારે(Government of India) ડાઇનેમિક રેન્કિંગ (Dynamic ranking)ના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે. જે દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. સ્માર્ટ સીટી અંતર્ગત પસંદ કરાયેલ દેશનાં 100 સ્માર્ટ સિટિઝમાં સુરતને નંબર.1 જાહેર કરવામાં આવ્યું છે, જયારે અમદાવાદ (Ahmedabad)ને 6ઠું સ્થાન મળ્યું છે.

ભારત સરકાર તમામ સ્માર્ટ સિટીમાં ડાઇનેમિક રેન્કિંગ પ્રોજેક્ટ(Project), ગ્રાન્ટ વપરાશ(Grant Consumption) જેવા માપદંડ આધારે નક્કી કરતું હોય છે. સુરતમાં 2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. જેમાં વહીવટી કામગીરી, નાણાકીય બાબત તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી અમલીકરણ જેવા પરફોમન્સ આધારિત ગુણને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ડાઈનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે.

ડાઈનેમિક રેન્કિંગમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદ સિવાય એક પણ શહેરનો સમાવેશ કરાયો નથી. જેમાં 128.80 સ્કોર સાથે પહેલા નંબર પર સુરત છે, જ્યારે 120.39 સ્કોર સાથે બીજા ક્રમે આગ્રા, ત્રીજા ક્રમે 119.18 સ્કોર સાથે વારાણસી, 117.05 સ્કોર સાથે ભોપાલ ચોથા ક્રમે અને 117.77 સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમે છે અને અમદાવાદ 105.25 સ્કોર સાથે છઠ્ઠા ક્રમે છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા, રાજ્ય સરકાર દ્વારા 25 ટકા અને સુરત મહાનગરપાલિકા દ્વારા 25 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. ગ્રાન્ટના વપરાશ માટે ફાઈનાન્સિયલ સર્ટિફિકેટ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નિયત સમય મર્યાદામાં મોકલવા જરૂરી છે. રીપોર્ટ અનુસાર, સુરત સ્માર્ટ સિટીએ આ પૈકી 75 ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે.

2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા:
સુરત સ્માર્ટ સિટી અંતર્ગત રૂ. 2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ થઇ ગયા છે. કિલ્લાના રેસ્ટોરેશનની પહેલા તબક્કાની કામગીરી, બાયોગેસ પ્લાન્ટ, એઆઇસી સુરતી આઇલેબ, સુરત મની કાર્ડ, એલઇડી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ, સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ, સોલિડ વેસ્ટ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, સુમન આઇ, બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ, 3958 આવાસો, આંજણા, ડિંડોલી ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 24 કલાક પાણી પુરવઠા માટે વોટર મીટરિંગ, રેઇન વોટર રિચાર્જ, વીઆઇપી મોડલ રોડ, કેનાલ કોરિડોર સહિતના દરેક પ્રોજેક્ટ સાકાર થઇ ચૂક્યા છે અને આ સિવાય રૂ. 1145 કરોડના 12 પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે.

સુરતમાં હાલમાં બાકી રહેલા પ્રોજેક્ટ કાર્યરત છે જેમાં કોયલી ખાડી રિડેવલમપેન્ટ, ડુંભાલ ટેનામેન્ટ રિડેવલપમેન્ટ, આઇટીસીએસ, આઉટડોર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, પીપીપી ધોરણે આંજણા, અલથાણ, સ્કાડા, ફ્રેન્ચવેલ વગેરેનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *