અવેડામાં પાણી ભરતા જોયા છે, પરંતુ અહિયાં ગૌમાતા માટે લોકોએ કેરીના રસથી અવેડાને છલકાવી દીધો- જુઓ વિડીયો

ભારતની પવિત્ર ભૂમિ પર પ્રાચીન સમયથી ગાયને ‘માતા’નો દરરજો આપવામાં આવ્યો છે. લોકો ગાયને ‘ગૌમાતા’ કહીને પૂજા કરે છે. કહેવાય છે કે, ગૌમાતામાં 33 કરોડ…

ભારતની પવિત્ર ભૂમિ પર પ્રાચીન સમયથી ગાયને ‘માતા’નો દરરજો આપવામાં આવ્યો છે. લોકો ગાયને ‘ગૌમાતા’ કહીને પૂજા કરે છે. કહેવાય છે કે, ગૌમાતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે. આ જ કારણ છે કે, દેશના સસેંકડો લોકો ગાયને માતા તરીકે પૂજે છે. ઘણા લોકોતો એવા પણ છે કે, જેઓએ ગાયને માત્ર આવકનું સાધન બનાવી જ નહિ પરંતુ પરિવારના સદસ્ય બનાવી ગાયની સેવા-ચાકરી કરે છે.

અવારનવાર સોશીયલ મીડિયામાં ગૌમાતાના સેકંડો વિડીયો વાયરલ થતા હોય છે. હાલ આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ગૌમાતા જે અવેડામાં દરરોજ પાણી પીવે છે, તે જ અવેડો કેરીના રસથી છલોછલ ભરી દીધો છે. અને એકસાથે અનેક ગાયો કેરીના રસનું પાન કરે છે. પશુ માટે આ અવેડામાં ૮૦૦ કિલો કેરીનો રસ અને ૬૦૦ કિલો ડ્રાઈફ્રુટ નાખવામાં આવ્યું છે.

હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. દરેક લોકો ભાત-ભાતની કેરીનો આનંદ માણી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં પાણી ભરેલા અવેડામાં આજે પાણી નહિ પરંતુ કેરીનો રસ ભર્યો છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કોઈ પશુપ્રેમી વ્યક્તિએ ગૌમાતાને કેરીનો રસ પીવડાવવા આખો અવેડો કેરીના રસથી છલોછલ ભરી દીધો હતો.

આ વિડીયો જોનારા દરેક લોકો આ વ્યક્તિને દિલથી સલામ કરી રહ્યા છે. કારણ કે, આવું પહેલીવાર બન્યું છે કે ગૌમાતાને કેરીનો રસ પીવડાવવા આખેઆખો અવેડો કેરીના રસથી છલોછલ કરાવી દે. આ વિડીયો કરજણ મિયાગામ ખાતે આવેલ પાંજરાપોળનો છે, જ્યાં દાતાઓ પશુઓને મિજબાની કરાવી છે. આ વિડીયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને વધુને વધુ લોકો આ વિડીયોને પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *