સુરત/ શારીરિક ભૂખ સંતોષવા નરાધમે માત્ર 8 વર્ષની દીકરીને બનાવી હવસનો શિકાર

Incident of rape of an 8-year-old girl in Surat: સુરતમાં દિવસે ને દિવસે નાની બાળકી પર દુસ્કર્મના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક ઘટના બની છે.સંબધો શર્મસાર કરે તેવી ઘટના સુરતના સચિન વિસ્તારમાં બની છે. એક નરાધમે પોતાની પૌત્રી સમાન સાળીની 8 વર્ષની દીકરી ને પોતાની હવસનો શિકાર બનાવી છે.

જો કે, આ બાળકી નરાધમના ઘરે અભ્યાસ માટે ઓરિસ્સાથી આવી હતી પરંતુ નરાધમે બાળકી(Incident of rape of an 8-year-old girl in Surat) સાથે દુષ્કર્મ આચર્યું અને બાળકીએ સોસાયટીના જ એક મહિલાને આ વાત જણાવતા સમગ્ર મામલો સામે આવી રહ્યો છે.અંતે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા નરાધમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

સુરતના સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવતા નવસારી રોડ પર આવેલા એક બિલ્ડીંગમાં અનવર હુસેન નામનો વ્યક્તિ તેમના પરિવાર સાથે રહેતો હતો.હુસેનને ત્યાં તેની સાળીની દીકરી કે જેની ઉંમર આઠ વર્ષની છે તે ત્યાં રહેવા આવી હતી.આ આઠ વર્ષની બાળકી મદ્રેસામાં અભ્યાસ કરવા માટે અનવરના ઘરે રોકવા આવી હતી. મળતી માહિતી અનુસાર,બાળકીના માતા-પિતા આસામમાં રહે છે અને તેને મદ્રેસામાં ભણવા માટે અનવરના ઘરે મૂકવામાં આવી હતી પરંતુ અનવરની નજર પોતાની દીકરી સમાન બાળકી પર ખરાબ થઈ હતી.

છેલ્લા બે મહિનાથી અનવર રાત્રીના સમયે બાળકી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. જોકે બાળકીએ જ તેના જ એક એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલાને આ વાત જણાવી દીધી હતી. તેથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે મહમદ અનવર હુસેન શેખના પરિવારના સભ્ય દ્વારા જ સચિન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં પણ આવી હતી

અને સચિન પોલીસ દ્વારા આ સમગ્ર મામલે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયાના ગણતરીના સમયમાં જ સચિન પોલીસ દ્વારા આરોપી મહંમદ અનવર હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *