સુરતમાં હીરાના કારખાનાના માલિકનું ખુરશીમાં બેઠા બેઠા મૃત્યુ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

કોણ જાણી શકે કાળને રે સવારે કાલે કેવું થાશે, આ પંક્તિ ને ચરિતાર્થ  કરતી એક ઘટના સુરતમાં સીસીટીવીમાં કેદ થવા પામી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં આવી ગયો છે.

જેમાં જોઇ શકાય છે કે સુરતમાં હીરાના કારખાનેદાર ખુરશી પર બેસેલા છે. થોડીવાર રહીને તેમને બેચેની અનુભવતા તેમનું માથું ટેબલ પર રાખીને સૂઈ જાય છે. થોડીવાર બાદ તેઓ ધડાકાભેર ખુરશી પરથી બેઠા-બેઠા પડી જાય છે. તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે.

ખુરશીમાંથી ધડાકે દાર પડી જતા જોરદાર અવાજ થતાં આજુબાજુ કામ કરી રહેલા કર્મચારીઓ ઝડપથી દોડી ખુશીને દૂર ખસેડી ને તેમને બેઠા કરે છે. આ ઘટના બનવાથી દરેકના મનમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઓફિસમાં કામ કરતી વખતે આ ઘટના બની છે. સામાન્ય રીતે આવું હાર્ટ અટેક આવે ત્યારે બને છે. પરંતુ હજુ તેમના મૃત્યુનું અસલી કારણ જાણી શકાયું નથી.

તેમના આ અચાનક મૃત્યુના કારણે સહકર્મચારીઓ ઘટનાને લઇને શોકમય, દરેક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *