દુર્લભભાઈને પોલીસ મથકમાં ધમકી આપનારા PI બોડાણા અને કેશિયર બોપાલાની ધરપકડ

સહકારી અગ્રણી દુર્લભભાઈ પટેલને 24 કરોડની જમીનનો દસ્તાવેજ લખી આપવા માટે પોલીસ મથકમાં જળબજરી લાવી ધાક-ધમકી આપનારા રાંદેર પોલીસ મથકના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા અને કેશિયર…

સહકારી અગ્રણી દુર્લભભાઈ પટેલને 24 કરોડની જમીનનો દસ્તાવેજ લખી આપવા માટે પોલીસ મથકમાં જળબજરી લાવી ધાક-ધમકી આપનારા રાંદેર પોલીસ મથકના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા અને કેશિયર અજય બોપાલાને એસઆઇટીએ વડોદરા નજીકથી મોડી સાંજે પકડી લીધા હતા. પીઆઈ બોડાણાનો રાઇટર કિરણસિંહ પરમાર પણ પોલીસના હાથમાં હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ઘટના બાબતે પોલીસ અધિકારીને પૂછતા તેમણે યોગ્ય જવાબ આપ્યા ન હતા.

સુરતના રાંદેર રોડની સૂર્યપુર સોસાયટીમાં રહેતા અને માંડવીના ખંજરોલી ગામે ક્વોરી ચલાવતા 74 વર્ષના દુર્લભભાઈએ જહાંગીરાબાદ ખાતે આવેલી તેમની જમીન રૂ. 24 કરોડમાં કિશોર કોશિયા-કનૈયાલાલ નારોલાને વેચી હતી. વેચ્યા બાદ આઇટીની રેડ પડતા દુર્લભભાઈના માથે આઇટીએ 13 કરોડોનો બોજો નાખ્યો હતો. આ રૂપિયા કોણ ચૂકવશે? તેની માથાકૂટમાં વિવાદ થયો અને પછી કિશોર-કનૈયાએ જમીન રાજુ લાખા ભરવાડને વેચી દીધી હતી.

રાજુએ પોલીસના વચેટિયા હેતલ દેસાઈ સાથે મળીને રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણાને દુર્લભભાઈ પાસે દસ્તાવેજ કરાવી લેવાનો વહીવટ આપ્યો હતો. જેમાં અજય બોપાલા અને પીઆઈ રાઈટર કિરણસિંહ પણ સાથે જોડાઈ ગયા હતા. અજય મોડી રાત્રે દુર્લભભાઈના ઘરે જતો હતો અને તેમને ધમકાવતો આપતો હતો. બોડાણા છેલ્લા 20 દિવસથી પોલીસથી નાસતો ફરતો હતો. એસઆઇટીએને બાતમી મળી હતી કે અમદાવાદની કોઈ એક વ્યક્તિ તેના સંપર્કમાં છે. એસઆઇટીની એક ટીમ રાજસ્થાન હતી, ત્યારે ખબર પડી કે બોડાણા વડોદરા બાજુ છે એટલે ત્યાંથી પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા અને કેશિયર અજય બોપાલાને પકડી પાડવામાં આવ્યા હતા. બંનેના કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.

ઓલપાડના સહકારી આગેવાન દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં બે આરોપી રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા બાદ મહારાષ્ટ્રથી પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેને શનિવારે માંડવી કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કેસમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગ કરી દલીલ કરી હતી કે દુર્લભભાઈને દુષ્પ્રેરણમાં વિજય શિંદેનો પણ મહત્વની ભૂમિકા રહેલી છે.

આરોપીએ દુર્લભભાઈ પાસે જમીનના દસ્તાવેજ પર દબદબાણથી સહી કરાવવામાં જવાબદાર હોય. આ ઉપરાંત દુર્લભભાઈના ઘરે પણ શિંદે ગયો હતો. દુર્લભ પટેલને રાતો રાત પોલીસ સ્ટેશન લઈ જવામાં પણ એનો હાથ રહેલો હોય, તેમજ અન્ય આરોપીઓ પણ પકડવાના બાકી હોવા અંગેની દલીલો કરી હતી. સામે પક્ષે આરોપીના વકીલ કલ્પેશ દેસાઇએ પણ દલીલો કરી હતી. બંનેની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વિજય શિંદેને 1 ઓક્ટોબર ગુરુવાર બપોરે ૧૨વાગ્યા સુધી 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *