ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા અમદાવાદ (Ahmedabad) શહેરના પૂર્વ વિસ્તારમાં એક હીરાના કારીગર પર માલિકને શંકા જતા માલિક અને અન્ય લોકોએ ભેગા મળીને કારીગરને ઢોરમાર માર્યો હતો, જે ઘટનામાં હીરાના કારીગરને ગંભીર ઇજા થતાં તેનું કરુણ મોત (Ahmedabad diamond worker death) થયું છે. પરિવારજનોએ આ સમગ્ર મામલે હોબાળો કર્યો હતો અને કૃષ્ણનગર પોલીસમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. કૃષ્ણનગર પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવતા હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ શરુ કર્યા હતા, ત્યારે બીજી તરફ સામાન્ય શંકાના આધારે એક વ્યક્તિનું મોત થતા હીરાબજારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અમદાવાદ શહેરમાં આવેલા ઠક્કરનગરમાં હીરા ઘસવાના કારીગરને બંધક બનાવીને હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. ઠક્કરનગર વિહાણ કોમ્પ્લેક્સમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કાર્ય કરતા હરેશભાઈ ભાલિયા (ઉંમર વર્ષ 45) આધેડની હીરાના કારખાનાના માલિક ધર્મેશ મોરડિયા, મેનેજર મુકેશ વઘાસિયા અને વિજય ગજ્જર નામના વ્યક્તિએ બંધક બનાવ્યા હતા અને લાકડીઓથી માર મારીને હત્યા કરી છે.
હીરાના પાંચ નંગ ન મળતા આરોપીઓએ હરેશભાઈ પર શંકા કરી અને તેમને માર માર્યો હતો. આ ઘટનામાં હરેશભાઈ ખુબજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત (Ahmedabad diamond worker death) નીપજ્યું હતું. પરિવારનું ગુજરાન ચલાવનાર મોભીની હત્યા થતા પરિવારમાં આક્રોશ વધ્યો છે અને ગુનેગારોને સજા મળે તેવી માગ પરિવારના લોકો કરી રહ્યા છે.
મળેલી માહિતી અનુસાર હરેશભાઈ મૂળ અમરેલીના રહેવાસી છે અને હાલ નિકોલની ચાણક્ય પાર્ક સોસાયટીમાં રહેતા હતા અને છેલ્લા 15 વર્ષથી હીરા ઘસવાના કારીગર છે. હરેશભાઈ અમદાવાદના જુદા-જુદા કારખાનામાં હીરાના મથાળાના કારીગર તરીકે હીરા ઘસતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઠક્કરનગરમાં ધર્મેશભાઈ મોરડિયાના હીરાના કારખાનામાં તક હરેશભાઈ છેલ્લા 20 દિવસ પહેલાં જ મૃતક હરેશભાઈ છેલ્લા 20 દિવસ પહેલાં જ જોડાયા હતા. ધર્મેશભાઈને પાંચ જેટલા હીરાના નંગ જમા કરાયા વગર હરેશભાઈ ચા પીવા માટે જતા રહ્યા.
તેથી આરોપીઓએ હરેશભાઈને પકડીને એક રૂમમાં બંધક બનાવી હીરાના નંગની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ, હરેશભાઈ કંઈ જણાવે તે પહેલાં જ આરોપીઓએ તેઓને રૂમમાં ગોંધી રાખીને લાકડીઓથી ફટકાર્ય હતા અને તેમનું કરુણ મોત થયું હતું. ગાલ કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કારખાના મલિક સહિત 3ની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.