છેલ્લા ચાર મહિનામાં 28 રત્નકલાકારોના આપઘાત: ડાયમંડ વર્કર યુનિયને લીધો મોટો નિર્ણય

સુરતમાં હીરા ચમકાવનાર રત્નકલાકારોના હિત માટે કામ કરતી સંસ્થા ડાયમંડ વર્કર યુનિયનની એક મીટીંગ યોજાઈ હતી. જેમાં આજ રોજ ડાયમંડ વર્કર યુનિયન ( diamond worker union) ગુજરાત દ્વારા સક્રિય કાર્યકર્તાઓ ની મીટિંગ મળી હતી, જેમા આવનાર સમય મા હીરાઉધોગ ની પરિસ્થિતિ બાબતે અને હાલ ની પરિસ્થિતિ બાબતે વિગતવાર ચર્ચા થઈ હતી,

ડાયમંડ વર્કર યુનિયન તરફથી ભાવેશ ટાંક (Bhavesh Tank from Diamond Worker Union) એ જણાવ્યું હતું કે, હીરાઉધોગ મા છેલ્લા ઘણા સમય થી મંદી નો માહોલ છે. જેના કારણે અસંખ્ય રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લા ચાર મહિના મા અંદાજે 28 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે.

ઉપ પ્રમુખ ભાવેશ ટાંક નું માનવું છે કે, ત્યારે અલરોજા અને ડી.ટી.સી રફ ડાયમંડ નો સપ્લાય બંધ કરશે તો હજી વધારે બેરોજગારી ફાટી નીકળશે અને આપઘાત ના બનાવો વધી જશે, માટે સરકાર અને ઉધોગકારો રત્નકલાકારો ને આર્થિક મદદ કરે તે ખૂબ જરૂરી છે.

વધુમાં ભાવેશ ટાંકએ જણાવ્યું કે, આજની સક્રિય કાર્યકર્તાઓ ની મિટિંગ મા એવો નિર્ણય કરવા મા આવ્યો હતો કે, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સુરત ડાયમંડ એસોસિએશન અને જી.જે.ઈ. પી.સી. ને આવેદનપત્ર આપી રત્નકલાકારો બાબતે રજુઆત કરશે અને આવનારા સમય મા માંગણી સંતોષવા મા ના આવે તો કારીગરો ને જાગૃત કરી સંગઠિત કરી અને એકતા કરી મજબૂત રીતે પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *