સુરતમાં મધરાત્રે ચપ્પુની અણીએ તમાકુના વેપારી પાસેથી 8 લાખની બેગ લઈ લબરમૂછિયાઓ ફરાર- જુઓ દિલધડક લૂંટના CCTV ફૂટેજ

Robbery case in surat: સુરતમાં કાલે વધુ એક દિલધડક લુટની ઘટના સામે આવી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં બાઇક પર ત્રણ લૂંટારુ આવીને તમાકુના વેપારીને લૂટીને ચાલી ગયા હતા. અને આ સમગ્ર ઘટના(Robbery case in surat) CCTV કેમેરામાં કેદ થઈ ગયી હતી. હુમલાને લઇ વેપારી ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ બનાવ પછી અડાજણ પોલીસ સહિત SOG, DCB સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો આ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ પણ હાથ ધરી હતી.

અડધી રાતે વેપારીને લૂંટ્યો
સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળતી ઘટનાઓ આવનારા ઘટના સામે આવી રહી છે. અડાજણ પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ પાલનપુર પાટિયા ખાતે રવિ અમરણા નામના વેપારી પાન એન્ડ કોલ્ડડ્રિંક્સ એન્ડ હોલસેલની દુકાન ચાલવી રહ્યો છે. ગઈ કાલે મોડી રાત્રે દુકાનના વેપારી પાસેથી બાઇક પર આવી ચઢેલા અજાણ્યા ત્રણ લોકો દ્વારા રૂપિયા 8 લાખની દિલધડક લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

રવિ અમરણાની નામનો તે વેપારી રાત્રિના 11:30થી 12:00 વાગ્યાના સમય દરમિયાન પોતાની દુકાન બંધ કરી અને તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. ધંધાનો વકરો સહિત આઠ લાખની મોટી રકમ લઈ જઈ રહેલા વેપારીને અધરસ્તે પાલનપુર જકાતનાકાથી એલ.પી. સવાણી રોડ વચ્ચે આંતરી બાઇક પર આવી ચઢેલા ત્રણ જેટલા અજાણ્યા લોકો દ્વારા ઘાતક હથિયાર વડે વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

વેપારીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
અને વેપારી પાસેથી લાખોની મતા ભરેલો થેલો લઈ ત્રણે લૂંટારા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે તેઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. જ્યાં નજીકના CCTVની તપાસ કરતાં સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે CCTVના આધારે આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
વેપારી સાથે બનેલી દિલધડક લૂંટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તા પરથી તેઓ પસાર થઈ રહેલા વેપારીને અચાનક જ પાછળથી બાઇક પર ત્રણ લોકો આવી આંતરીને હાથમાં રહેલી લાખો ભરેલી થેલી ઝૂંટવી લીધી હતી. વેપારીએ પ્રતિકાર કરતાં લૂંટારાએ તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કર્યો હતો. તેમ છતાં વેપારી લૂંટારાઓ પાછળ ભાગવા જતાં અનેક વખત તેની પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.

પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ
સુરતના અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી લૂંટની આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી ગયો છે. બીજી બાજુ, આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ સામે પણ ઘણા સવાલ ઊભા થયા છે. ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ છે. હાલ ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટના પછી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી હોય એવી ભીતિ વેપારી આલમ સેવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *