Diamond theft in Surat’s Katargam: સુરતમાં (Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં આવેલી નંદુ ડોશીની વાડી (Nandu Doshi’s Wadi) માં હીરાના એક કારખાનામાં 11.47 લાખના હીરાની ચોરી (Surat Diamond theft) ની ઘટના બની હતી. છ મહિનાથી કારખાનામાં કામ કરતા હીરાના કલાકારે કેફી દ્રવ્ય નાખેલી ચા પીવડાવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ દરવાજાને બહારથી બંધ કરીને કારીગરોને અંદરબંધ કરી દીધા હતા, અને ત્યાંથી ભાગી ગયો અને ચોરી કરતો આ કારીગર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલો હતો. કારખાના ના માલિક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યો હતો અને કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં જ રત્નકલાકારને તમામ મુદ્દા માલ સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી.
કતારગામ સ્થિત નારાયણ ચાર રસ્તા પાસે ગોપીનાથની બાજુમાં આવેલી મણીનગર સોસાયટી ઘર નંબર 31માં રહેતા મેહુલભાઈ નાગજીભાઈ વાણીયા કતારગામ નંદુ ડોશીની વાડી ગેટ નંબર એક પાસેના શ્રીરામ કોમ્પ્લેક્સ પહેલા માળે હીરાનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં આઠ-આઠ કારીગરો દિવસ અને રાતપાળી એમ બંને પાણીમાં કામ કરે છે. ગઈકાલે વહેલી સવારે 04:25 થી 6:20 વાગ્યાની આસપાસ તેમના કારખાના છ મહિનાથી કામ કરતા કારીગર નરેશ મોહનભાઈ માળીએ સાથે કામ કરતા અન્ય કારીગરોને કેફી દ્રવ્ય મેળવીને ચા પીવડાવીને બેભાન કરી નાખ્યા હતા.
હીરાના કારખાનામાં કામ કરતા નાઇટ પાડીને કારીગર દ્વારા અન્ય કારીગરોને બેભાન કરી હીરા કાપવાના મશીન ઉપર પડેલા ફોરપી સરીન તેમજ સ્વાઈન પ્રોસેસના 250 થી 255 રૂપિયા 11.47 લાખની કિંમતના હીરા ચોરી લીધા હતા. ત્યારબાદ કારખાનાનો દરવાજો બહારથી બંધ કરી કારીગરોની રૂમમાં પુરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો
કતારગામ પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે નરેશ માળી પકડવા માટે અલગ અલગ ટીમોને કામે લગાવી હતી અને પોલીસે સર્વિલન્સ ની ટીમ અને હ્યુમન ટ્રાફિકના આધારે ગણતરીના સમયમાં કારખાનામાંથી હીરાની ચોરી કરનાર રત્નકલાકાર નરેશ માળીને પકડી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી ચોરીના તમામ માલ કબજે કર્યો હતો હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.