દેશનો સૌથી મોટો GST ચોર સુરતમાંથી પકડાયો- ખોટા દસ્તાવેજના આધારે કરી અધધ… આટલા કરોડની ચોરી

સુરત(Surat): દેશનો સૌથી મોટો GST ચોર (India’s biggest GST thief)ને આખરે પોલીસે દબોચી લીધો છે. સુરત (Surat)માં 2700 કરોડની GST ચોરી બનાવ અંગે ઇકો સેલ…

સુરત(Surat): દેશનો સૌથી મોટો GST ચોર (India’s biggest GST thief)ને આખરે પોલીસે દબોચી લીધો છે. સુરત (Surat)માં 2700 કરોડની GST ચોરી બનાવ અંગે ઇકો સેલ દ્વારા મુખ્ય સુત્રધાર સુફિયાન કાપડિયા (Sufiyan Kapadia)ની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, આ કેસમાં અગાઉ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન કાપડિયા હવે 19મો આરોપી છે. સુફિયાન કાપડિયાએ જ GST ચોરીની શરૂઆત કરી હતી.

જો વાત કરવામાં આવે તો સુફિયાન કાપડિયાએ ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ પૂર્વે પોલીસ દ્વારા સુફિયાનના સાગરિત ઉસ્માનની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી હતી. બંને ભાવનગર અને સુરત ખાતેથી GST ચોરી ઓપરેટ કરી રહ્યા હતા. સુફિયાન કાપડિયાએ સુરતમાં જે 8 બોગસ પેઢી હતી તેની સાથે બીજી 27 બોગસ પેઢી ખોલ્યાનું બહાર આવ્યું છે.

900 કરોડના કર્યા બોગસ બિલિંગ:

વધુમાં વાત કરીએ તો તેણે બોગસ પેઢી હેઠળ તેમણે ગણેશ અને ગોપી એન્ટરપ્રાઇઝ પેઢીમાં બિલિંગ કર્યું છે. સુફિયાને અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટ ધર્મેશ ગાંધી સાથે મળીને 900 કરોડના બોગસ બિલિંગ કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.આ GST મામલે પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા જ મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગરથી ઘરપકડ કરવામાં આવી હતી. આ બનાવમાં એક પછી એક વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. સુરત ઇકો સેલ પોલીસ દ્વારા 2700 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સુફિયાન કાપડિયાની નામ સામે આવ્યું હતું. જેની પણ હવે ધરપકડ કરી લેવામાં આવી છે.

2706 કરોડનું GST કૌભાંડ:

ઉલ્લેખનીય છે કે, સુરત ક્રાઇમબ્રાંચના ઈકોસેલે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 2706 કરોડનું GST કૌભાંડ પકડી પાડી 18 આરોપીઓને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. હવે આ કૌભાંડનો બીજો મુખ્ય સૂત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અગાઉ પકડાયેલા આનંદ પરમાર, ફૈઝલ ખોલીયા, આફતાબ સોલંકી દ્વારા સાથે મળી GST પેઢીઓના બિલોની હેરાફેરી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં કુલ 19 આરોપીઓની ધરપકડ:

વિરજીતસિંહ પરમાર (SP) એ જણાવતા કહ્યું હતું કે, આ આખા કેસની તપાસમાં 1500 થી વધુ કંપનીઓ સામે આવી હતી જેમાંથી 1300 કંપનીઓ ગુજરાતની અને 250 થી વધુ કંપનીઓ ગુજરાત બહારની હતી આ તમામ કંપનીઓમાંથી GST ચોરી કરવામાં આવી હતી જેનો આંકડો 2700 કરોડ સુધી પહોંચી ગયો હતો આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *