સુરત(ગુજરાત): છેલ્લા 3 દિવસથી સુરતના વરાછા વિસ્તારના પુણા સીતાનગર ચોકમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં દૂષિત પાણી આવતા કેટલાક ઘરોમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવા ના કેસો નજરે જોવા મળે છે. પાલિકામાં સોસાયટીમાં પાણી ધીમુ આવતું હોવાની ફરિયાદ કર્યા બાદ બે દિવસથી પાણી આવવાનું શરૂ થયું હતું. જો કે આ પાણી પીળા રંગનું અને ગંદુ આવી રહ્યું છે. જેથીબગડી રહી છે.
ચામુંડા નગરમાં રહેતાં રમેશભાઈ દવે અને તેના પરિવારમાં 5 વ્યક્તિઓને ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ છે. ત્યારે નજીકમાં રહેતા ગુણવંતભાઈ વેકરીયાના પરિવારમાં પણ આવી જ બીમારી સામે આવી છે. સોસાયટીના 150 ઘરોમાં દૂષિત પાણી આવતા 500 લોકોના સ્વાસ્થય સાથે છેડા થઇ રહ્યા છે, તેમ છતાં પાલિકાએ કોઈ પગલાં ન લેતા રહીશો રોષે ભરાયા છે.
દુલાભાઈ હિરપરા જે સોસાયટીના પ્રમુખ છે તેને જણાવ્યું છે કે, સોસાયટીમાંથી પસાર થતી ગટર લાઈનની સાથે પીવાના પાણીની લાઈન ભળી જવાના કારણે ગંદુ પાણી આવતું હોવાનું માનવામાં આવે છે. આ અંગે પાલિકાને જાણ કરવામાં આવી હતી હજુ પણ પાલિકા તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પાલિકાનું કહેવું છે કે, ચામુંડાનગરમાં પાણી ખરાબ આવે છે તેવી ફરિયાદ હજુ અમારા સુધી આવી નથી. આવતીકાલે તપાસ કરીને જરૂરી કાર્યવાહી શરુ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.