કોરોના વાયરસે વિશ્વના 185 દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. લોકો દરરોજ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વિશ્વના તમામ દેશો કોરોના સામે પોત પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ કરીને જંગ લડી રહ્યા છે. છતાં ઘણા રાષ્ટ્રો આ વાઈરસ સામે હારી ગયા છે. જેમાં સ્પેન અને ઈટાલીનો સમાવેશ થાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લોકોને કોરોના વાયરસના કારણે ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા છે પરંતુ લોકો માની નથી રહ્યા. જેથી તેમણે જાહેર રસ્તાઓ પર 800 વાઘ અને સિંહોને છોડી દીધા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વિડિઓ
રાષ્ટ્રપતિ પુતિનના નામનો સહારો લઈને આ મેસેજ જુદા-જુદા સોશિયલ નેટવર્ક પર આ વાયરલ સમાચાર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો આ સમાચારને જેમ-તેમ શેર કરી રહ્યા છે. ટ્વિટર પર કોઈએ એક મેસેજ શૅર કરતાં લખ્યું છે કે પુતિને રશિયાના લોકોને બે વિકલ્પ આપ્યા છે, બે સપ્તાહ માટે ઘરોમાં રહો કે પછી પાંચ વર્ષ માટે જેલમાં રહો. આમાં વચ્ચેનો કોઈ રસ્તો નથી. લોકો ઘરેથી બહાર ન આવે તેના માટે તેઓએ રસ્તા પર 800 વાઘ અને સિંહને છોડી મૂક્યા છે.
શું છે હકીકત?
જ્યારે આ સોશિયલ મીડિયા મેસેજને ચકાસવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, જે સમાચાર સોશિયલ મીડિયા પર વાયરસ થઈ રહ્યા છે તે તદ્દન ખોટા છે. સિંહના જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે લગભગ ચાર વર્ષ જૂના છે. આ તસવીરો 2016માં ડેઇલી મેલમાં પ્રકાશિત થઈ હતી અને તે તસવીરો આફ્રિકાની છે. અહીં ચાર વર્ષ પહેલા એક સિંહ રસ્તા પર આવી ગયો હતો.
રશિયાની સ્થિતિ
જણાવી દઈએ કે, રશિયામાં કોરોના વાયરસના 300થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. દેશના અનેક ભાગમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.