Lata Mangeshkar News: ઝી ન્યુઝના એન્કર સુધીર ચૌધરીના જબરજસ્ત ચાહકે મને WhatsApp માં એક વીડિઓ ક્લિપ મોકલી. આ વીડિઓ સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થયો હતો અને તે હું અગાઉ જોઈ ચૂક્યો હતો. જેમાં ‘કેસરી બંડી’ પહેરેલ એન્કર દર્શકોને ભડકાવી રહ્યો હતો !
6 ફેબ્રુઆરી 2022ના રોજ હિન્દી ફિલ્મના ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. તેમને શ્રદ્ધાંજલિ માટે વડાપ્રધાન સહિતના મહાનુભાવો પહોંચ્યા હતા. શિવાજી પાર્ક ખાતે અંત્યેષ્ટિ સમયે ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન પણ ગયા હતા. વીડીઓમાં શાહરુખ ખાન અને તેમની સેક્રેટરી પૂજા દદલાણી લતાજીને શ્રદ્ધાંજલિ આપે છે, તે દરમિયાન શાહરુખખાન નીચે નમે છે, પોતાના મોઢા ઉપરનો માસ્ક હટાવીને થૂંકતા હોય તેવું જોવા મળે છે.
સવાલ એ છે કે જ્યાં VVIP મહાનુભાવો અને લતાજીના હજારો પ્રસંશકો હોય અને તેનું લાઈવ વિશ્વભરમાં કરોડો લોકો જોતા હોય તે સમયે શાહરુખ ખાન થૂંકવાની ચેષ્ટા કરે? આ વીડિયોમાં શાહરુખ ખાન લતાજીની ડેડ બોડીથી દૂર દેખાય છે, શાહરુખ ખાનનું થૂંક દેખાતું નથી. છતાં કેસરિયા બંડી વાળા એન્કરે ફજેતો કર્યો કે જૂઓ ભારતરત્ન લતાજી ઉપર થૂંકીને શાહરુખ ખાને લતાજીનું અપમાન કર્યું છે !
કોઈ વિચારી પણ ન શકે તેવું કેસરિયા બંડીવાળા એન્કર વિચારી શકે છે ! સાહિલ નામના યુઝરે સ્પષ્ટતા કરી કે “આ એક પ્રકારની ફૂંક છે, જે મુખ વડે કોઈની તરફ પસાર કરવામાં આવે છે; સાથે દુઆ પઢવામાં આવે છે કે મૃત વ્યક્તિ જ્યાં પણ હોય, ખુશ રહે. આ થૂંક નથી. ધૃણા ન ફેલાવો !”- Ex IPS Ramesh Savani
શું છે હકીકત?: શાહરૂખ ખાન લતા મંગેશકર માટે પ્રાર્થના કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાનના હાથમાં ફૂલનો હાર છે. શાહરૂખ પહેલા લતા મંગેશકરના શરીર પર ફૂલોની માળા અર્પણ કરે છે અને પછી લતા દીદીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેમના પર ફૂંક મારતા પણ જોઈ શકાય છે. આટલું જ નહીં લતાજી માટે પ્રાર્થના કર્યા બાદ શાહરૂખ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતો પણ જોવા મળ્યો હતો. શાહરૂખની મેનેજર પૂજા દદલાની સ્વર કોકિલાને હાથ જોડીને નમન કરતી જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.